ચોમાસામાં બાલ્કની ડેકોરેશન

ચોમાસામાં બાલ્કનીમાં ઉભા રહીને વરસાદને માણવાની મજા આવે છે. જોકે બધાના નસીબમાં બાલ્કનીની સામેનું દ્રશ્ય મનમોહક હોય તેવું નથી હોતું. આવા સંજોગોમાં તમે બાલ્કનીમાં પડદાં, ખુરશીઓ, બામ્બુ ચેર વડે સજાવીને આગવો ટચ આપી શકો છો. ગમે તેવી નાની બાલ્કની હશે ત્યાં તમે એક કૂંડામાં વાંસનો છોડ ઉગાડીને પાસે એક સિમ્પલ બામ્બુ ચેર મૂકી હશે તો પણ બાલ્કનીનો ગેટ અપ વધી જશે.

બાલ્કની ગાર્ડન :-ચોમાસામાં બાલ્કની ગાર્ડન બનાવવો એકદમ સરળ છે આ ગાર્ડનમાં તમે ફૂલછોડથી તેમજ હર્બલ પ્લાન્ટ વાવી શકો છો એ ઉપરાતં કીચન ગાર્ડન પણ તૈયાર કરી શકો છો.

હર્બલ ગાર્ડન :- બાલ્કનીની જગ્યા પ્રમાણે તુલસી,ફુદીનો, લેમન ગ્રાસ, આદુ, હળદર, અજમો, અરડૂસી વગેરે છોડ લઈ તે પ્રમાણેના કુંડા તૈયાર કરીને વાવી શકો છો.

કીચન ગાર્ડન :- કીચન ગાર્ડન બનાવવાનો શોખ હોય તો કાકડી, તૂરિયા, ગલકા, પાપડી, દૂધી જેવા વેલા ટામેટા, મરચાં, તુવેર જેવા છોડ ઉગાડી શકો છો. આ એવા છોડ છે જે વરસાદી પાણીમાં સરસ રીતે ઉગશે અને નજીકની સિઝનમાં તેમાં ધીરે ધીરે ફળ બેસવા લાગશે.

પડદાનું ડેકોરેશન :- ઘણી સ્ત્રીઓને ફૂલછોડને બદલે પડદા વધારે આકર્ષતા હોય છે. તમને આવો શોખ હોય તો ફ્લોરલ ડિઝાઇનના પડદા વડે પણ બાલ્કનીને સજાવી શકો છો.


 

 
આ પોસ્ટને શેર કરો !