બાલ્કનીને મોર્ડન ટચ આપવો


નાના ઘરમાં સજાવટ અને મોકળાશ તો જાણે ભૂલી જવી પડતી હોય છે. જો કે તમે થોડીક સર્જનાત્મકતા વાપરીને બાલ્કનીને સજાવીને ઘરનો એક પોતીકો અને આગવો ખૂણો વિકસાવી શકો છો. તમે બાલ્કનીને ફૂલછોડ સાથે વિશિષ્ટ રીતે સજાવીને આનંદ માણી શકો છો. તો ચાલો જાણી લો કે તમે તમારી બાલ્કનીને કેવા વિશિષ્ટ રૂપરગંમાં ઢાળી શકો છો…


સામાન્ય રીતે બાલ્કની સામાનથી ભરેલી હોય છે તો પહેલા તો વધારાનો સામાન અથવા તો નકામી વસ્તુઓ ત્યાંથી હટાવીને બાલ્કની ચોખ્ખી કરી નાખવી.

ઘણી વાર એપાર્ટમેન્ટ કે હાઇરાઇઝ બિલ્ડિંગમાં નીચેની શોપમાંથી આવતો અવાજ કે રેસ્ટારાંના ધૂમાડાનો સામનો કરવો પડતો હોય છે. આમ ન થાય તે માટે બાલ્કનીમાં જગ્યા હોય તે પ્રમાણે ફૂલછોડના કૂંડા મૂકવા સાથે સાથે તમે ટેરાકોટા કે ક્રિસ્ટલ અથવા તો કોઈ પણ વિન્ડચાર્મ લટકાવી શકો.

મોટી બાલ્કની હોય તો રંગીન ફૂલોની વેલ વડે તમે પડદા જેવું કરી શકે છો. જેના કારણે ઘરમાં ઠંડક રહેશે. ત્યાં નાની ચેર કે વાંસના મૂડા જેવું મૂકીને વ્યવસ્થિત લાઇટ અરેન્જમેન્ટ કરીને બાલ્કનીને તમારા ઘરનું ફેવરિટ પ્લેસ બનાવી શકો છો.

સિટીઝમાં થ્રી બીએચકે અને ફોર બીએચકેમાં સજાવટ અને સુશોભનની દુનિયા સમેટાઈ જતી હોય છે. તેમ છતાં એપાર્ટમેન્ટ્સ અને હાઇરાઇઝ બિલ્ડિંગમાં બાલ્કની એ એવો ખૂણો હોય છે. જે દરેક વ્યક્તિને પોતાનો લાગતો હોય છે.

સિંગલ સીટ હિંચકો અને ફૂલછોડના કૂંડા મૂકીને મોટા ભાગના લોકો બાલ્કની સજાવતા હોય છે. નાના ઘરમાં તમે બાલ્કનીને સજાવીને ત્યાં બેસીને એકદમ મોકળાશનો અનુભવ કરી શકો છે. વાસ્તવમાં તો એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે બાલ્કની જ રાહતનો શ્વાસ લઈ શકાય તેવી જગ્યા છે.

આ પોસ્ટને શેર કરો !