વિવિધ રીતે બાથરૂમની સજાવટ અંગે

0 0
Read Time:4 Minute, 51 Second

Beautiful-Red-Bathroom-Interiorગૃહસજાવટમાં બાથરૂમ અને શૌચાલયની સજાવટ પણ આઘુનિક ઇન્ટીરીયર ડેકોરેશનનો મહત્ત્વનો ભાગ બની ગયા છે.પણ જેમ આપણી જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું તે પ્રમાણે આપણે ઘરની સજાવટ અને અન્ય ઇન્ટીરીયર પરત્વે વઘુ સજાગ બન્યા છીએ.પહેલાના જમાનામાં મોટા ઘરના બાથરૂમમાં બે-ત્રણ ગરમ અને ઠંડા પાણીના નળ, બે-ત્રણ બાલદી, સાબુ મુકવાનું સ્ટેન્ડ, ટુવાલ ટીંગાડવાનું સ્ટેન્ડ, તથા અરીસો મૂકવામાં આવતા. પરંતુ હવે જેમ આપણી રહેણીકરણી આઘુનિક બની છે તે સાથે જ આપણે ઘરને પણ આઘુનિક પદ્ધતિથી ઇન્ટીરીયર ડેકોરેટરની સૂચના અનુસાર નાનામાં નાની જગ્યાનો મહત્તમ ઉપયોગ કરીને સુશોભિત કરીએ છીએ. આજના આઘુનિક જીવનશૈલીથી સુસજ્જ ઘરમાં બાથરૂમને પણ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. 

shower1.શાવર:- બાથરૂમ માટે શાવર અત્યંત જરૂરી બની ગયુ છે. બજારમાં ટેલિફોનીક શાવર સેટ, પોર્ટેબલ સ્ટીમ એન્ડ શાવર ક્યુબીકલ, હાઈ-ટેક શાવર પેલન, જેવા વિવિધ પ્રકારના શાવર ઉપલબ્ધ છે. જે આપણા બજેટ મુજબના શાવર બજારમાં મળી જાય છે.

Bathroom-tap2.નળ:- બાથરૂમમાં સૌથી મહત્ત્વની જરૂરિયાત પાણીની છે. આજે બજારમાં જુદી જુદી ડિઝાઈનના નળની ભરમાર જોવા મળે છે. પ્રતિષ્ઠિત કંપનીઓ અને અન્ય નાની કંપનીઓ પણ આકર્ષક નળ બનાવે છે. વિક્ટોરિયા પ્રકારના નળથી લઈને હાલમાં મળતા પાતળા નળની વિવિધ વેરાયટીઓ મળે છે. આજકાલ લોકો પાણી વેડફવા અંગે વઘુ સજાગ બન્યા છે. તેથી તેઓ પાણી ઓછું વપરાય તે પ્રકારના નળ બેસાડે છે. આજે સેન્સર ટેપ ખૂબ જ પ્રખ્યાત બન્યા છે અને તે ઓફિસો તથા ઘરમાં બેસાડવામાં આવે છે. એકસરખી પાણીની ધાર આ નળમાંથી આવે છે અને ૭૦ ટકા પાણીની બચત પણ થાય છે.

Bathroom-Wash-Basin

3.વોશ બેઝિન:- આજના આઘુનિક બાથરૂમમાં ડિઝાઈનમાં ખર્ચ ઘણો થાય છે.તમારો બાથરૂમ તમારી પસંદનું પ્રતિબિંબ દર્શાવે છે. બાથરૂમમાં વોશબેસીન હોવું જરૂરી છે અને આજે કલાસીક વોશબેસીનને બદલે એક જ પથ્થરને કોતરીને તેમાંથી બનાવવામાં આવેલા વોશબેસીનની ફેશન છે. આ બેસીન ખૂબ જ સુંદર લાગે છે તે ઉપરાંત તે હંમેશા અન્ય બેસીનો કરતા અનોખુ લાગતા સદાય લેટેસ્ટ જ દેખાય છે. તે ઉપરાંત ગ્લાસ (કાચ) અથવા કાસ્ટ એલ્યુમીનીયમના બેસીન પણ બેસાડવામાં આવે છે.ગ્લાસ (કાચ) અથવા કાસ્ટ એલ્યુમીનીયમના બેસીન પણ બેસાડવામાં આવે છે.વોશબેસીન કાઉન્ટરની આસપાસ રંગીન સીરામીકની અથવા કાચની ટાઈલ્સ બેસાડવામાં આવે છે.bathtub

4.બાથટબ:- અત્યારે વિવિધ પ્રકારના બાથટબ ઉપ્લબધ છે. જે વિવિધ કલર અને ડિજાઇનમાં મળે છે, આપણા બાથરૂમના ડેકોરેશન મુજબ પસંદ કરી શકાય છે. હાલમાં ઓફ-વ્હાઇટ કલરના બાથટબ વધુ ટ્રેંડમાં છે.tiles

5.ટાઇલ્સ:- વિવિધ રંગમાં મળતી આ ટાઈલ્સથી બાથરૂમની રોનક બદલાઈ જાય છે. એકદમ પાતળી આ પ્રકારની ટાઈલ્સ ઉપર એમ્બોઝડ ગોલ્ડ, સ્ક્રીન પ્રીન્ટીંગ, હેન્ડ પ્રીન્ટીંગ કે અન્ય ડિઝાઈન બનાવવામાં આવે છે. જોકે તે અતિશય ખર્ચાળ છે. તમે તમારી પસંદગી અનુસાર હાથેથી બનાવી શકો છો.ચોરસ અને લંબચોરસ આકારની જુદી જુદી ડિઝાઈનોની ટાઈલ્સથી બાથરૂમ એકદમ મોહક બની જાય છે.

toilet6.ટોયલેટ:- બાથરૂમનો દરવાજો ખોલતાં જ સામે ટૉઇલેટ સીટ દેખાય એ દેખાવમાં ખરાબ લાગે છે. એ ઉપરાંત સગવડતાની દૃષ્ટિએ પણ એ સારું નથી. એ માટે ટૉઇલેટનું પ્લેસિંગ ખૂણામાં કે સાઇડમાં કરો, જે એન્ટ્રન્સનો દરવાજો ખોલતાં બરાબર સામે ન આવે તેમ જ વધારે પ્રાઇવસી માટે ટૉઇલેટ સીટની સામે લાકડાની પૅનલ કે અપારદર્શક કર્ટન લગાવો, જેથી બાથરૂમનો દરવાજો ખોલતાં જ સામે ટૉઇલેટ સીટ ન દેખાય.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %