તમારા હોઠની સુંદરતા વધારો

full-lipsસુંદર ચહેરા ઉપર ભરાવદાર તથા લચીલા હોઠ હોય અને તેની ઉપર સરસ મજાની મોટી મોટી કાળી બે આંખ હોય એટલે ચહેરો ખૂબ સુંદર લાગે છે. સ્ત્રી ખૂબ સુંદર લાગવા લાગે છે. આંખની સુંદરતા વધારવા અનેક સૂચન તમને મળ્યાં હશે. તમે તેના વિશે ઘણું બધું જાણતાં હશો પરંતુ તમને હોઠની સુંદરતા વધારવાનાં ખાસ સૂચન લગભગ ક્યાંયથી નહીં મળ્યાં હોય. આવો આપણે અહીં તમારા હોઠ રસીલા અને સુંદર લાગે તેવી કેટલીક ટિપ્સ જોઇએ.

1. હોઠ ઉપર લિપસ્ટિક ઓછી લગાવો.

2. વારંવાર લિપસ્ટિક લગાવનારના હોઠની કુદરતી ચિકાશ ઘટી જાય છે. સતત લિપસ્ટિક લગાવવાથી તમારા હોઠ કાળા પડી જાય છે.

3. જો તમારા હોઠ હંમેશાં સૂકા રહેતા હોય તો થોડી મલાઇમાં ચપટી હળદળ લગાવી હોઠ પર રગડો.

4. હોઠ પર પોપડી બાઝતી હોય તો બદામના તેલની માલિશ કરો.

5. ગુલાબનાં પાન પીસી તેમાં ગ્લિસરીન મેળવી આ મિશ્રણ હોઠ પર લગાવો. લિપસ્ટિક તો લગાવશો જ નહીં.

6. માખણમાં કેસર મેળવી હોઠ પર ઘસવાથી હોઠ હંમેશાં રસીલા તથા ભરાવદાર લાગશે.