Beauty
ખૂબસૂરતી એટલે ઇશ્વરે જે સુંદરતા કે જે કંઇ આપેલું છે,એને આકર્ષિત કેમ બનાવવું એ વ્યકિતની આવડત એટલે ખૂબસૂરતી.આ આવડત બધી વ્યકિત પાસે હોતી નથી,માટે અમુક વ્યકિત સુંદર હોય છે પણ ખૂબસૂરત હોતી નથી પણ જે વ્યકિત ખૂબસૂરત હોય છે એ સુંદર અને આકર્ષક હોય છે.
ખૂબસૂરતી એટલે ફકત દેખાવ પૂરતી જ જરૂરી નથી.રોજિંદા વપરાશમાં સ્ત્રી પોતાના શરીર પર જે જે વસ્તું ધારણ કરે છે,એ દરેક વસ્તુંઓ પર એની ખૂબસૂરત પંસદગીની અસર દેખાય આવે છે.
ચહેરાની ત્વચાને સુંદર અને ચમકદાર રાખવા માટે આપણે બજારમાં મળતી ઘણીબધી પ્રોડકટનો ઉપયોગ કરતાં હોઇએ છીએ, તેમ છતાં ઘણી વાર નિષ્ફળતા મળતી હોય છે. પણ જેનુ મન સુંદર હશે તેમાં આપોઆપ સુંદરતા આવી જાય છે.