બેડરૂમની સજાવટ

દરેક વ્યક્તિ માટે પોતાનું ઘર સૌથી સુંદર હોય છે. એક બેડરૂમ રસોડાનો બ્લોક હોય કે પછી વિશાળ મહેલ હોય, એને દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા, શક્તિ અને સર્જનાત્મકતા પ્રમાણે શણગારવાનો પ્રયાસ કરે છે. જો બેડરૂમને સુંદર લુક આપવો હોય તો આ કામ ખાસ અઘરું નથી. આમ કરવાથી બેડરૂમને ચાર ચાંદ લાગી જાય છે. જો તમારા લિમીટેડ બજેટમાં બેડરૂમને સાવ નવો અને આકર્ષક લુક આપવો હોય તો આ રહી એના માટેની ટિપ્સ…

– બેડરૂમને વિશાળ દેખાવ આપવામાં પ્રકાશના કુદરતી સ્ત્રોત તરીકે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવો હિતાવહ છે. બેડરૂમમાં શક્ય હોય ત્યારે બારીઓ ખુલ્લી રાખવાથી ત્યાં પુરતા પ્રમાણમાં હવા અને સૂર્યપ્રકાશની હાજરીનો અહેસાસ થશે.

– બેડરૂમને વિશાળ અને તેજસ્વી લુક આપવા માટે સફેદ રંગ ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે. સફેદ રંગની સાથે ગમે તે રંગનું ફર્નિચર સારું લાગે છે. જો તમને અન્ય કોઇ રંગ અત્યંત પ્રિય હોય તો બેડરૂમની એક દિવાલ એ રંગથી રંગીને એને અલગ લુક આપી શકાય છે. વળી, બેડરૂમના પડદા અલગ રંગના પસંદ કરવાથી બેડરૂમને અલગ જ ઉઠાવ મળે છે. 

– બેડરૂમના ઇન્ટિરીયરની પસંદગી કરતી વખતે બેડરૂમની વિશાળતાને ઘ્યાનમાં રાખીને બે, ત્રણ કે પછી છ રંગની પસંદગી કરવી જોઈએ. તમારા બેડરૂમની દિવાલ, દરવાજા અને બ્રેકેટ માટે રંગની પસંદગી કરતી વખતે આ રંગનો તાલમેલ દિવાલના રંગ સાથે જળવાય એ વાતનું ખાસ ઘ્યાન રાખવું જોઈએ.

– સામાન્ય રીતે બેડરૂમની સજાવટ વખતે લોકો છતને ભુલી જતા હોય છે. છત હકીકતમાં બેડરૂમની પાંચમી દિવાલ છે એટલે સિલિંગની સજાવટ જરૂરી છે. સિલિંગ પર પેઇન્ટ કરતી વખતે એક લાઇટ શેડની પસંદગી કરવામાં આવે તો આખો બેડરૂમ દીપી ઉઠે છે. આ પ્રકારના રંગ સંયોજનને કારણે સિલિંગ હોય એના કરતા થોડી ઊંચી લાગવાથી મોકળાશનો અનુભવ પણ થાય છે.

– બેડરૂમમાં સામાનનો ઢગલો કરી નાખવાના બદલે શક્ય હોય એટલું જરૂરી ફર્નિચર જ રાખવું જોઈએ. બેડરૂમમાં બેડ, એક કે બે સાઇડ ટેબલ, ડ્રેસર તથા ખુરશી જેટલું ફર્નિચર પુરતું છે. આ સિવાયનો બીજો કોઈ સામાન વધારાની જગ્યા રોકે છે. જો તમારા બેડરૂમમાં વધારે સામાન હોય તો એને મુકવા માટે દિવાલ પર ડ્રોઅર બનાવવાનો વિકલ્પ પણ સારો સાબિત થાય છે.

– બેડરૂમની સજાવટમાં શક્ય એટલી ઓછી એસેસરીનો ઉપયોગ કરવામાં જ સમજદારી છે. આર્ટવર્કનો નાનકડો નમુનો, કેટલાક ફેમિલી ફોટો અથવા તો ફુલદાની અને મીણબત્તી સુંદરતામાં વધારો કરવા માટે પુરતી છે.

– બેડરૂમની સજાવટ વખતે પરંપરાગત શૈલી અથવા તો આઘુનિક શૈલી બન્નેમાંથી કોઈ 

– બેડરૂમની ખાલી અને બોરિંગ લાગતી દિવાલ પર વિશાળ અરીસો લગાવવાથી એક નવું પરિમાણ ઉમેરાય છે. મિરર સાથે ડિઝાઇનર ફ્રેમનું સંયોજન ઉત્તમ સાબિત થાય છે. વળી, બેડરૂમમાં રહેલો અરીસો પ્રકાશનું પરાવર્તન કરતો હોવાથી ઉજાસમાં વધારો થાય છે.એકને વળગી રહેવાને બદલે બન્ને શૈલીના સારા અને સગવડતાદાયક પાસાનો સમન્વય કરવો જોઈએ. બેડરૂમની સજાવટમાં ગ્લાસ, લેધર અને મેટલનો ઉપયોગ એને વધારે ક્લાસી લુક આપે છે.