વિવિધ બેડશીટથી બેડરૂમ સજાવો

0 0
Read Time:3 Minute, 41 Second

ઘરની સાજ-સજાવટમાં ફર્નિચરની સાથે સાથે બેડશીટ પણ મહત્ત્વની હોય છે. દીવાલનો રંગ, ફર્નિચરના ડિઝાઇનની સાથે અનુરૂપ કલર, મટીરિયલ્સની બેડશીટ ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. જો કે બજારમાં બેડશીટની અવનવી વેરાયટીઓ જોવા મળે છે, તેથી ઘણી વખત બેટશીટની ખરીદીમાં મુશ્કેલી સર્જાતી હોય છે, ત્યારે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે કયા પ્રકારની બેડશીટ ખરીદવી. બેડશીટમાં પણ અનેક પ્રકારની ડિઝાઈન અને રંગોનો સમાવેશ જોવા મળે છે. તો જાણીએ તેના પ્રકાર અને ડિઝાઈન વિશે…

<>કોટન બેડશીટ:- બેડશીટની પસંદગી કરતી વખતે મોસમને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ગરમીની સીઝનમાં કોટનની બેડશીટ યોગ્ય રહે છે. કોટન બેડશીટમાં પ્યોર કોટન, મિક્સ કોટન, હેન્ડલુમ કોટન વગેરે મળે છે. કોટનની બેડશીટ પસંદ કરતા પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કાપડ સંકોચાઈ ન જાયે. કાપડ સંકોચાય તેવું હોય તો બેડની સાઇઝથી થોડી મોટી બેડશીટ લેવી. કોટન બેડશીટમાં ફ્લાવર પ્રિન્ટ, બાટીક પ્રિન્ટ જેવી અનેક ડિઝાઈનો જોવા મળે છે.

 <>સિલ્ક બેડશીટ:- આજકાલ સિલ્કની બેડશીટનો ટ્રેન્ડ છે, જો કોઇ ખાસ અવસર માટે કે તહેવાર માટે બેડશીટની ખરીદી કરવાની હોય તો સિલ્ક સારો વિકલ્પ છે. સિલ્કની બેડશીટ સુંદર ઉઠાવ આપે છે, પણ સિલ્કની બેડશીટ વારંવાર ધોવાથી ખરાબ થઇ જાય છે તેથી તેને ઘરે ન ધોતા ડ્રાયક્લીન કરાવવી જોઇએ. સિલ્ક બેડશીટમાં મોટાભાગે પ્લેન અથવા ચેક્સની ડિઝાઈનમાં વધુ જોવા મળે છે. સિલ્કમાં તમને રંગોનું અદભુત મિશ્રણ જોવા મળી શકે.

 <>પોલિયેસ્ટર બેડશીટ:- બેડશીટની પસંદગી કરતી વખતે ફેબ્રિકનું પણ ખાસ ધ્યાન રાખવું જઈએ. શિયાળાની સીઝન માટે પોલિયેસ્ટર બેડશીટની ખરીદી કરી શકાય, પણ ઉનાળામાં પોલિયેસ્ટર બેડશીટ વધુ ગરમ લાગે. કલર અને પ્રિન્ટ પસંદ કરતા પહેલાં બેડશીટ કોના માટે ખરીદવાની છે તેનું ધ્યાનમાં રાખવું જઈએ. બાળકો માટે બેડશીટ ખરીદવાની હોય તો એનિમલ, ફ્લોરલ, ગ્રાફિક્સ ડિઝાઇન બેસ્ટ વિકલ્પ છે તેમજ કપલ માટે બ્રાઇટ અને બોલ્ડ કલર એક સુંદર વિકલ્પ છે.

 <>ખાદી બેડશીટ:- ખાદીની બેડશીટ ખરીદતી વખતે થ્રેડ કાઉન્ટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. થ્રેડ કાઉન્ટ એટલે કે બેડશીટની ગૂંથણી. તેની દોરીની ગૂંથણી પર બેડશીટની મજબૂતાઈનો આધાર રહે છે. ગૂંથણી સારી હોવાથી બેડશીટ મુલાયમ અને આરામદાયક પણ હોય છે. બેડશીટના કલર ડિઝાઇન તમારા ફર્નિચર સાથે મેચ થાય છે કે નહીં વગેરે મુદ્દાને ધ્યાનમાં રાખીને જ બેડશીટની ખરીદી કરવી જોઇએ જેથી બેડશીટ ઘરની શોભામાં વધારો કરનાર બની રહે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %