બેસન લાડું

બેસન લાડુ એ ગુજરાતી મીઠાઈ છે. એ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. બેસન લાડુ નાના-મોટા સહુને ભાવતા હોય છે. આ કોરોના કાળમાં બહારની મીઠાઈ ન લાવતા ઘરે જ મીઠાઈ બનાવીને ઘરના સભ્યોને ખવડાવીએ. ઘરે બનાવેલી મીઠાઈ હાઈજેનીક હોય છે તેમજ સ્વાદમાં પણ સરસ હોય છે. તો બેસન લાડું કેમ બનાવવા તે જોઈ લઈએ.

સામગ્રી:- 250 ગ્રામ કરકરો બેસન, 200 ગ્રામ ઘી, 200 ગ્રામ બુરું ખાંડ, અડધી ચમચી એલચી પાવડર, 1 ચમચી પાણી

રીત:- સૌ પ્રથમ એક જાડી કડાઈ ગેસ પર મુકવી. તેમાં ઘી નાખવું. હવે બેસન પણ એમાં નાખવો. ગેસની ફ્લેમ મિડિયમ રાખવી. જો ફ્લેમ વધારે હશે તો લોટ દાજી જશે અને તેની વાસ લોટમાં બેસી જશે. લગભગ 15-20 મિનીટ સુધી લોટને શેકવો. હવે લોટમાંથી સરસ અરોમા આવવા લાગશે અને ઘી પણ છૂટવા લાગશે. બેસનનો લોટ આછા બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવો. આ સ્ટેજમાં 1 ચમચી પાણી નાખવું જેનાથી લોટમાં સરસ કણી પડશે અને લાડુનું ટેક્ષચર બહારનાં લાડું જેવું જ બનશે. હવે ગેસ બંધ કરી દેવો અને બે મિનિટ હલાવવું. આ મિક્ષરને સાવ ઠંડુ થવા દેવું. ઠંડુ થયા પછી એમાં એલચી પાવડર તેમજ બુરું ખાંડ નાખવી. બધું સરખું મિક્ષ કરવું અને લાડું વાળવા. લાડું ઉપર પિસ્તાનું ગાર્નિશ કરવું. હવે આપણા બેસન લાડું તૈયાર છે. 

નોંધ:- બુરું ખાંડ ઉપલબ્ધ ન હોય તો ઘરની દળેલી ખાંડ પણ ચાલે.