લિવિંગ રૂમની Boho chic ટ્રેન્ડથી સજાવટ

ઘરમાં સૌથી અગત્યની કોઈ જગ્યા હોય તો એ છે લિવિંગ રૂમ. ઘરમાં પ્રવેશતા જ લિવિંગ રૂમ આવે છે અને મોટાભાગે મહેમાનો પણ અહિ જ બેસતા હોય છે. લિવિંગ રૂમ સારી રીતે સજાવ્યો હોય તો ઘરે આવેલા મહેમાનો જોતા જ રહી જાય છે. લિવિંગ રૂમને અલગ રીતે સજાવવા માટે આપણે boho chick ટ્રેન્ડનો ઉપયોગ કરીશું. તમારા ઘરનું ફર્નિચર મોર્ડન હોય કે ટ્રેડિશનલ તેમાં મિક્સ એન્ડ મેચ તેમજ થોડી કલરફુલ વસ્તુ ઉમેરીને ઘરને નવું ડેકોરેશન આપી શકો છો. બોહો ચીક ડેકોરમાં મોટાભાગે જ્યુટ(શણ)ની વસ્તુઓનો વધારે ઉપયોગ થાય છે. જ્યુટથી બનાવેલી વસ્તુ ખૂબ જ સરસ લાગે છે.

1) બોહો કુશન કવર: લિવિંગ રૂમમાં સોફા પર રંગબેરંગી કુશન કવર ખૂબ જ દિપી ઉઠે છે. જો કે, સોફાના કવરના કલર મુજબ કુશન કવરના કલર પસંદ કરવા જોઈએ.

2) જ્યુટની કાર્પેટ: જ્યુટની કાર્પેટને લિવિંગરૂમમાં સોફા ની બાજુમાં સજાવવી. આ કાર્પેટ તમારી પસંદગી મુજબ કલરફુલ અથવા તો કોઈ એક કલરની પસંદ કરી શકો છો. સોફાના કવર અને તકિયા કલરફુલ હોય તો જ્યુટની કાર્પેટનો કલર એક જ રાખવો.

3) લાકડાનું સેન્ટર ટેબલ: લિવિંગ રૂમમાં કાર્પેટ પર સેન્ટર ટેબલ રાખવું જે લાકડાનું હોવું જોઈએ. જો લાકડાનું સેન્ટર ટેબલ ન હોય તો જે પણ સેન્ટર ટેબલ ઉપલબ્ધ હોય તેના પર જ્યુટની tablemate રાખવી. હવે આ ટેબલ પર નાનું ઇન્ડોર પ્લાન્ટ અથવા લાકડાનું શો-પીસ રાખીને ડેકોર કરી શકો છો.

4) દિવાલના રંગો: હવે વાત કરીએ દિવાલના રંગોની તો બને ત્યાં સુધી આછો ઓરેન્જ, olive green અને ક્રીમ શેડનું કોમ્બિનેસન રાખવું.

5) જ્યુટની હેગિંગ વોલપીસ: દીવાલને હેંગિંગ વોલપીસથી સજાવવી જોઈએ. જે જ્યુટની દોરીમાંથી બનેલા હોવા જોઈએ. તમે ધારો તો તે ઘરે પણ બનાવી શકો છો તેમજ online એમેઝોનમાં પણ ખુબ જ સરસ મળે છે.

6) બારીના પડદા: લિવિંગ રૂમના બારીના પડદા માટે આપણે ઘરના કલરને અનુરૂપ પસંદ કરીશું. લિવિંગ રૂમમાં બે શેડનો કલર હોવો જોઈએ. જેમ કે ઓરેન્જ અને ક્રીમ છે તો આ શેડમાં બારીના પડદા કલરફુલ રાખવા અને ઓરેન્જ શેડની દિવાલમાં બારી છે તો પડદા ક્રીમ અથવા વાઈટ રાખવા જેથી પડદાના કલરનું અને લિવિંગ રૂમના કલરનું ડેકોરેશન બંધબેસતું લાગે.

ઉપરની વસ્તુઓ એમેઝોન પરથી ખરીદવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

https://amzn.to/3tEtpCn

આ બાબતે તમારા પ્રતિભાવ તેમજ કઈપણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવશો.