વાંકડિયા કે કર્લી વાળની માવજત

0 0
Read Time:2 Minute, 9 Second

curly hairsજેમના વાળ કર્લી હોય છે તે સ્ટ્રેથ કરાવવા પાર્લરમાં જાય છે અને જેમના વાળ સીધા હોય છે તે વાળને કર્લી કરાવવા હજારો રૂપિયા ખર્ચે છે અને વાળની માવજત કરે છે. જે યુવતીના વાળ કર્લી હોય તે અન્ય યુવતીઓની ઇર્ષાનું પાત્ર બનતી હોય છે. બહુ ઓછી યુવતીઓના વાળ કર્લી અને વેવી હોય છે. જો કે ઘણીવાર એવું બને છે કે જે યુવતીઓના વાળ વાંકડિયા હોય તે વાળની સમસ્યાથી કંટાળીને સીધા કરાવી દે છે કારણ કે વાંકડિયા વાળ રૂક્ષ લાગતા હોય છે,વળી તેમાં જલદીથી વાળ દ્વિમુખી થઈ જાય છે. જો તમે પણ આવી જ સમસ્યાથી પીડાતા હો તો કર્લી વાળની સંભાળ માટે આ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો:-

 કર્લી વાળને વાંરવાર ધોવાનું ટાળો. જ્યારે વાળ ધૂઓ તે પહેલા તેલમાલિશ કરવાનું ચૂકતા નહીં.

 જ્યારે પણ વાળ ધૂઓ ત્યારે વાળમાંથી વધારાનું પાણી હળવા હાથે કાઢી નાખો. ત્યાર બાદ તમારે જે રીતે વાળ ઓળવા હોય તે રીતે ઓળી લો અને એ જ રીતે વાળ સૂકાવા દો. આમ કરવાથી વાળ સરખી રીતે ઓળાયેલા લાગશે.

 તમારા વાળની પ્રકૃત્તિ સાથે સેટ થાય તેવા જ શેમ્પૂ અને કન્ડીશનરની પસંદગી કરો. એવા કેમિકલની પ્રોડક્ટથી બચો જે તમારા વાળની સમસ્યાને વધારે.

 જેના વાળ કર્લી હોય તેણે હેર ડ્રાયરનો ઉપયોગ બહુ ઓછો કરવો. શક્ય હોય ત્યાં સુધી હેર ડ્રાયરનો ઉપયોગ ન કરવો.

 કર્લી વાળ હોય તેણે નિયમિત રીતે વાળ ટ્રીમ કરાવતા રહેવું. જો આવું નહીં કરો તો વાળ આગળથી શુષ્ક થઇને તૂટી જશે.

 વાળમાં નિયમિત આછું તેલ લગાવી હળવા હાથે મસાજ કરવું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %