પડદાના કાપડની પસંદગી

0 0
Read Time:4 Minute, 48 Second

આજકાલ બજારમાં જુદા જુદા કાપડમાં, જુદા જુદા રંગોમાં અને જુદી જુદી ડિઝાઈનોમાં પડદાનું કાપડ મળે છે, પરંતુ પડદા માટે કાપડની પસંદગી થોડીક સૂઝ અને કાળજી માંગી લે છે. ઘરના કયા ખૂણામાં પડદા લગાવવા છે.  દરવાજા, તેનો રંગ, બારીઓ વગેરે દરેક બાબતને ચોક્કસ રીતે ખ્યાલમાં રાખીને જ પડદાની પસંદગી કરવી જોઈએ.

તમારા રૂમના ઓરડાની લંબાઈ અને પહોળાઈ દીવાલોનો રંગ, ગૃહશોભા માટે ગોઠવેલ અન્ય ફર્નિચર, ગાલીચા અને અન્ય વિવિધ વસ્તુઓનો રંગ, તેમજ તમારા બજેટની વાત પણ ખાસ ઘ્યાનમાં રાખવી જોઈએ. જેઓને વારંવાર ઘર બદલવું પડતું હોય તેઓએ એવા રંગ અને ડિઝાઈનના કપડાંની પસંદગી કરવી જોઈએ કે તે દરેક જગ્યાએ સારા લાગે અને દરેક રંગમાં ભળી જાય.

સારી જાતનું પડદાનું કાપડ બહુ મોંધું આવે છે, તેથી તે ખરીદતી વખતે પડદા માટે કેટલું કાપડ જોઈશે. તેનું માપ બરોબર ખ્યાલમાં રાખીને જ હંમેશા કપડું ખરીદવું. કેટલીક વખત કપડું પણ એવું આવી જતું હોય છે કે જે ધોયા પછી થોડું ચઢી જતું હોય છે, તો એ વખતે પડદાની લંબાઈ ઓછી ન થઈ જાય, તે ખ્યાલમાં રાખવું અને તે હિસાબે થોડુંક વધારે કપડું ખરીદવું.

દરવાજાના પડદાની પસંદગી વખતે તેની પહોળાઈ કરતાં ડબલ કપડું લેવું વધારે સારું. દા.ત. તમારા ઘરના બારણાની લંબાઈ ૬’ હોય અને પહોળાઈ ૩’ હોય તો તમારે ૬’+૧=૭’ની ડબલ લંબાઈનું ૩૬’’ના પનાનું કાપડ ખરીદવું પડશે. એક વાર તમે બધા જ બારી અને બારણાના માપ લઈ લેશો એટલે તમને દરેક રૂમ કે બારી માટે કેટલું કાપડ જોઈશે તે આસાનીથી નક્કી કરી શકશો.

ઉપરના શેડથી નીચે સુધીનું માપ બરોબર લઈ લેવું, ઉપરના ભાગમાં પટ્ટી વાળવા માટે બે ઈંચની જગ્યા ગણીને પડદાની લંબાઈ માપવી અને નીચે ઝુલ માટે ૪’’થી ૬’’ સુધીની લંબાઈ વધારે ગણવી, પડદાના કપડાંને એકાદ રાત પાણીમાં પલાળીને પછી સીવડાવવો જેથી પાછળથી તે ખાસ સંકોચાય નહીં અથવા તો ઉપરના ભાગમાં બહારની બાજુએ ન દેખાય તેવા ટાંકા મારીને ને વધારાની એક પટ્ટી વાળવી, જેથી કપડું સંકોચાય તો પડદાની લંબાઈ વધારી શકાય.

પાતળા અને પારદર્શક પડદા અઢી મીટરના કરવાં જેથી તેની ઝુલને વાળીને તે કોઈપણ સાઈઝના દરવાજા પર બંધબેસતો લગાડી શકાય. સુતરાઉ અને ખાદીના પડદા ખરીદતી વખતે એ વાતનું ખાસ ઘ્યાન રાખો કે કપડાં માપથી વઘુ હોય, કારણ કે તે ધોવાથી ચડી જાય છે.

પડદા માટે કાપડ ખરીદતી વખતે સર્વપ્રથમ તો આપણા બજેટનું પૂરેપૂરું ઘ્યાન રાખવું આવશ્યક છે. પડદાનું કાપડ જુદા જુદા ભાવનું હોય છે. એક મીટરના રૂા. ૧૫૦થી શરૂ કરીને રૂા. ૪૦૦૦ કે તેથી વઘુ પણ હોઈ શકે છે. ઉત્સવો દરમિયાન હેન્ડલુમનું કાપડ, વિવિધ જાતોમાં સસ્તું મળી રહે છે. આજકાલ પોલીએસ્ટર કાપડના પડદા મળે છે, જે ધોવાની ઘણી સગવડ રહે છે. કાપડની પસંદગી માટે બજેટ મહત્ત્વની વાત બની રહે છે. પારદર્શી તથા જાળીદાર કાપડના પડદા પણ મળે છ

પડદા માટેનું કાપડ મોટે ભાગે લાઈટ કલરનું પસંદ કરાય છે, જેથી સહેલાઈથી ધોઈ શકાય. પડદાનું કપડું સોફા અથવા દિવાનના કલરને મેચ થાય તેવું જ પસંદ કરવું જોઈએ. જો સોફા દિવાન પર પ્લેઈન કલરનું કપડું હોય તો પડદાનું કપડું પણ એવું જ પસંદ કરાય છે. અથવા તેવાં જ કપડાંનો જુદા રંગનો શેડ પસંદ કરાય તો પણ ઓપી ઊઠે છે.

આજકાલ તો સોફાના કવરના કપડાંના રંગથી વિપરીત અથવા વિરોધી કલરની ફેશન વધારે પ્રચલિત છે. જો  તમારા ઘરનું ફર્નિચર જુનવાણી હોય, તો ટ્રેડીશનલ પેટર્ન વઘુ દીપી ઊઠશે. પરંતુ જો તમે આઘુનિક ફર્નિચર વસાવ્યું હોય તો, એબ્સ્ટ્રેક્ટ ડિઝાઈન વઘુ શોભશે. ત્યારે પડદા સાદા ગાલિચા સાથે વઘુ મેચ થાય છે અને સાદા પડદા, ભારે ગાલિચા સાથે વઘુ મેચ થાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %