શિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ

winter

હવે ઠંડીના દિવસો ધીરે ધીરે નજીક આવવા લાગ્યા છે ત્યારે ત્વચાની સંભાળ રાખવાનું માનુનીઓએ શરૂ કરી જ દેવું જોઈએ. શિયાળામાં ત્વચાની સંભાળ લેવાનો સરળ ઉપાય છે કોલ્ડ ક્રીમ. ઠંડકથી સૂકાતી ચામડી ધીરે ધીરે તરડાઈ જતી હોય છે અને તેની પર કરચલી પડી જાય છે. આમ થતુ અટકાવવા માટે શિયાળામાં કોલ્ડ ક્રીમ લગાવવું જ જોઈએ.

કોલ્ડ ક્રીમના ઘણા બધા ફાયદા છે. તમે તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરીને ત્વચાની સંભાળની સાથે અન્ય ફાયદા પણ મેળવી શકો છો:-

1. કોણી તથા ઘૂંટણ અને ઘૂંટીની ત્વચા શિયાળામાં વધારે પડતી કડક અને સૂકી થઈ જતી હોય છે એટલે ત્યાં પડતી કરચલીઓ અટકાવવા તમે કોલ્ડક્રીમની મદદ લઈ શકો.

2. વારંવાર હોઠ સૂકાઈ જતા હોય તો કોલ્ડક્રીમ લઇને હોઠ પર લગાવવું જેથી હોઠ ફાટતા અટકે.

3. શિયાળામાં મેકઅપ દૂર કરવા માટે પણ કોલ્ડ ક્રીમનો ઉપયોગ થઈ શકે છે. પગની એડી ફાટતી હોય કે વાઢિયા પડતા હોય તો પણ તેમાં કોલ્ડ ક્રીમની મદદથી રાહત મળશે.

4. શિયાળામાં વેક્સ કરાવ્યા બાદ ત્વચા એકદમ સૂકી થઈ જાય છે અને ત્વચા પર ખંજવાળ આવે છે આમ ન થાય તે માટે વેક્સ કર્યા બાદ શરીર પર કોલ્ડ ક્રીમ લગાવવું.

5. રાત્રે સૂતી વખતે ચહેરો તથા હાથપગ સ્વચ્છ કર્યા બાદ કોલ્ડ ક્રીમ લગાવીને જ સૂવું જોઈએ. આખી રાત ક્રીમ ચહેરા પર તથા હાથ પગ પર રહેશે તો બીજા દિવસે ત્વચા કોમળ જોવા મળશે.

આ પોસ્ટને શેર કરો !