ઘરમાં ઠંડક આપતા છોડ

indoor plantઆજે શહેરોમાં ઘરોમાં રહેવાની જગ્યા દિવસે ને દિવસે સાંકડી થતી જાય છે. શહેરમાં રહેનારાઓને આઉટડોર જગ્યાની ખોટ હંમેશાં સાલે છે. લોનની મજા અને સુંદરતા ફ્‌લેટોમાં જોવા મળતી નથી. આ ખામી દૂર કરવા માટે ફ્‌લેટમાં રહેતા લોકો ઇન્ડોર પ્લાન્ટ્‌સની મદદથી ફ્‌લેટમાં લીલોતરી ઊભી કરવાની કોશિશમાં રહેતાં હોય છે.

ઇનડોર પ્લાન્ટ્‌સ પ્રત્યે લોકોનો શોખ ઝડપથી વિકસી રહ્યો છે. ઇનડોર પ્લાન્ટ્‌સ તરીકે લોકો ક્રોટંસ, કેકટ્‌સ અને ઓરનામેન્ટલ ગ્રાસને વઘુ પ્રાથમિકતા આપે છે. કારણ કે જુદાં-જુદાં આકારનાં લીલાં પાન એમને વઘુ લીલોતરી આપવાની સાથે સાથે વધારે ‘વેલ્યુ ફોર મની’ પણ આપે છે. લોકોનું માનવું છે કે ક્રોટંસ ઘરને ‘એવરગ્રીન’ રૂપ આપે છે. ઘણાં ક્રોટંસ રંગીન પાંદડાંના કારણે ફૂલોની જેમ રંગીન લાગે છે અને ફૂલોની સરખામણીમાં વઘુ દિવસો સુધી સુંદરતા વિખેરે છે.

ઇન્ટીરિયરને ખૂબસુરત બનાવવા માટે ઓછા પાણીના પ્લાન્ટ્‌સમાં કેકટસ સૌથી આગળ રહે છે. એની પર સુંદર ફૂલો પણ ખીલે છે. કેટલાંક કેકટસના ફૂલો સુંદર અને રંગીન હોય છે અને એનાં ફૂલોમાંથી સુગંધ પણ આવે છે. કેકટસને બીજ દ્વારા સરળતાથી ઉગાડી શકાય છે. એની ડાળી કાપીને અલગ કૂંડામાં રોપી દેવાથી પણ એના છોડ તૈયાર થઈ જાય છે. ઘરમાં કેકટસ અને ઓરનામેન્ટલ ગ્રાસ જેવા છોડ સજાવવાનું સરળ હોય છે કારણ કે એને સૌથી ઓછી સંભાળની જરૂર પડે છે.

ઇનડોર પ્લાન્ટ્‌સ રૂમમાં સજાવતી વખતે એ વાતનું ખાસ ઘ્યાન રાખો કે છોડની ઊંચાઈ અને એને જ્યાં મૂકવાનો હોય એ જગ્યાનો યોગ્ય તાલમેલ હોય. છોડના ટેક્સચરમાં છોડની બનાવટ, સાઇઝ, જાડાઈ, પાંદડાનો આકાર અને સંખ્યાનો પણ સમાવેશ થાય છે.

બેડરૂમમાં ડ્રેસંિગ ટેબલ, ડ્રેસર, બેડસાઇડ ટેબલ પર હાઉસ પ્લાન્ટ્‌સ સજાવી શકાય છે. બેડરૂમના આકારને ઘ્યાનમાં રાખીને જ હાઉસ પ્લાન્ટ્‌સની પસંદગી કરો.

ઘણા પ્રકારના ક્રોટન છોડને મિક્સમેચ કરીને ચિનાઈ માટીની મોટી ગાર્ડન ડિશ ટ્રેમા ઉગાડી શકાય છે. મોટા છોડો મૂળમાંથી ફૂટતા નવા નાના છોડોને મિનિએચર પ્લાન્ટ્‌સની ટ્રેમાં સેટ કરીને ઉપયોગ કરો. ગાર્ડન ડિશ ટ્રે તમે અરીસા આગળ પણ મૂકી શકો છો જ્યાં એની સુંદરતા અનેકગણી વધી જાય છે.

આ ઇનડોર પ્લાન્ટ્‌સ લગાવવા માટે ઘરના ઇન્ટીરિયરના રંગોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર નથી પડતી.

 જો તમારા ઘરનો લીવીંગ રૂમ અને રસોડું જોઇન્ટ હોય તો તેની વચ્ચે તમે પાર્ટીશન કરવા માટે રોપાઓ અને વેલાઓનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા ઘરમાં ઇનડોર પ્લાન્ટ પણ આવી જશે અને તમારુ ઘર બધા કરતાં અલગ દેખાશે.

 જો તમારે રસોઇ ઘરમાં કોઇ રોપા લગાવવા હોય તો તેને માટે જડીબુટ્ટીઓના રોપા શ્રેષ્ઠ છે. તો તમે જડીબુટ્ટીઓના રોપાઓને તમારા રસોડામાં રાખીને તમારા ઘરની શોભા વધારી શકો છો અને વળી પાછુ અમુક બિમારીમાં તે રોપાઓ પણ કામ લાગી શકે છે આ રીતે બે તરફ કામ થઇ શકે છે.

download1. બામ્બૂ  રૂમની શોભા વધારતો પ્લાન્ટ ગણાય છે. બામ્બૂને ગાર્ડનમાં જુદી જુદી રીતે ઉગાડીને ગાર્ડનની શોભામાં અભિવૃદ્ધિ કરવામાં આવે છે. બામ્બૂ એ ગ્રાસફેમિલીનો છોડ છે.વાંસના ઝાડને દીર્ધાયુ આપવાવાળો માનવામાં આવે છે તો તમે તેને પણ તમારા ઘરની આસપાસ લગાવી શકો છો. હા પરંતુ તેને હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જ લગાવવો જોઇએ. ઘરમાં રાખવા માટે પણ વાંસનાં નાના છોડ મળે છે જે ફક્ત ઘરની અંદર જ લગાવવામાં આવે છે તો તમે તેને પણ ઘરમાં રાખી શકો તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરશે.

2. ઓર્કિડ પ્લાન્ટ સમરની સીઝનમાં પણ લીલોછમ રહે છે. આ પ્લાન્ટને છાંયડામાં રાખવાથી તેમાં કળીઓ બેસે છે. આ છોડ પર સીધો જ સૂર્યપ્રકાશ ન આવવો જોઈએ, પરંતુ સ્લાઇટ પ્રકાશ જરૂરી છે તેથી આ છોડને રૂમમાં વિન્ડો પાસે વિન્ડોને કર્ટેન કરીને રાખી શકાય કે જેથી આછો સૂર્યપ્રકાશ મળી રહે. આ છોડની ખાસિયત એ છે કે તે જુદા જુદા શેપમાં મળે છે. કલરફુલ ફલાવર ઘરના ખૂણાને સુંદર કુદરતી ટચ આપે છે.indoor plant

3. આફ્રિકન વાયોલેટ પ્લાન્ટની તાસીર એવી છે કે તેને તમે ઇન્ડોર રાખી શકો છો. આ પ્લાન્ટને એવી રીતે ઘરમાં રાખો કે સીધો સૂર્યપ્રકાશ છોડ પર ન પડે. ઇન્ડોર પ્લાન્ટ ઠંડા વાતાવરણમાં વધુ સારી રીતે ખીલેલા રહે છે. આફ્રિકન પ્લાન્ટના જુદા જુદા પ્લાન્ટમાં જુદા જુદા કલરનાં ફૂલો આવે છે. આ પ્લાન્ટ આખું વર્ષ ફૂલો આપે છે.

4. પીસ લીલી એ સમર માટેનો બેસ્ટ ઇન્ડોર પ્લાન્ટ છે. પીસ લીલીના પ્લાન્ટને ઓફિસ અને ઘરમાં સુશોભિત કરી શકાય છે. ઉનાળાના એન્ડમાં આ પ્લાન્ટમાં સુંદર વ્હાઇટ ફ્લાવર આવે છે. ગ્લોસી લીવ્સ સાથે વ્હાઇટ ફ્લાવરનું કોમ્બિનેશન બેસ્ટ લુક આપે છે. સમરની સીઝનમાં વ્હાઇટ કલર વધુ શાંતિ અને શીતળતાની અનુભૂતિ કરાવે છે. આ છોડનો શેપ આકર્ષક હોવાથી ઘરના ખૂણાને યુનીક લુક આપે છે.

indoor plant

5બ્રોમેલિએડ એ મોસ્ટ કલરફુલ અને ડેકોરેટિવ પ્લાન્ટ હોવાથી ઇન્ડોર સેટિંગ માટે એપ્રોપ્રિએટ છે. જોકે આ પ્લાન્ટમાં ફૂલો બહુ મોડાં આવે છે. એક મહિનો સારી રીતે કેર કર્યા બાદ મહિનાના એન્ડમાં ફૂલો આવે છે, પણ જ્યારે ફૂલો આવે છે ત્યારે આ છોડ ખૂબ જ ખૂબસૂરત દેખાય છે. સમરની સીઝનમાં આ પ્રકારના ઇન્ડોર પ્લાન્ટથી હોમ ડેકોર કરવામાં આવે તો બળબળતા તાપમાં ઘરને ઠંડક મળી રહે છે.  

6. ઓરનામેન્ટલ કેબેજ કિચન વિન્ડો પર સજાવી શકાય છે. અમુક-અમુક સમયે એનાં પાંદડાંનો સેલડમાં પણ ઉપયોગ કરી શકાય છે. સ્પાઇડર પ્લાન્ટ અને કંગારુ વાઇન એવા હાઉસ પ્લાન્ટ્‌સ છે, જે કિચન વિન્ડો પર એટલી જ ઝડપથી ઘરના કોઈ પણ ખૂણામાં વધે છે.

7. વિપંિગ ફિગ્સ એક એવો ઇનડોર પ્લાન્ટ છે, જે ટેલિવિઝનની જેમ તમારા લિવંિગરૂમમાં કોઈ પણ પ્રકારના ડેકોરમાં સુંદર લાગશે. આ પ્લાન્ટ ઘરની અંદર સામાન્ય ઉષ્ણતામાનની વચ્ચે રહી શકે છે.

8. યુકાસ પણ એક એવો હાઉસ પ્લાન્ટ છે જેને ઘરના કોઈ પણ ખૂણામાં સજાવી શકાય છે. જ્યાં થોડોઘણો તડકો આવતો હોય ત્યાં બે નાનામોટા આકારના યુકાસ એક કૂંડામાં ઉગાડવાથી એ કલાત્મક રૂપ ધારણ કરે છે.