મનમોહક ગાલીચાથી ઘર સજાવો

Luxury-Leather-Brown-Sofas-Small-Vintage-Living-Room-Carpet

આજકાલ બજારમાં કોટન, પોલિસ્ટર, કાશ્મીરી વગેરે જાતજાતના ગાલીચા મળે છે જેના રંગ અને ડિઝાઈન પણ ખુબ જ સુંદર હોય છે. તમે પણ જો તમારા ડ્રોઇંગ રૂમને સુંદર ગાલીચા વડે શણગારવા માંગતા હોય તો નીચે આપેલી બાબતો પર ધ્યાન આપો…Decorative-carpet

– ગાલીચાનો રંગ તમારા ડ્રોઇંગ રૂમના ફર્નિચર અને દિવાલોની સાથે મેચ થતો હોવો જોઈએ.

– ડ્રોઇંગ રૂમની સાઇજ અને તેના ઉપયોગને ધ્યાનમાં રાખીને ગાલીચાની પસંદગી કરો. જો ગાલીચો બાળકોના રૂમ માટે લેવો હોય તો ડાર્ક રંગનો લો જેથી કરીને તેઓ ગંદો કરે તો પણ દેખાય નહિ.

– ડ્રોઇંગ રૂમ માટે પહોળા બોર્ડરવાળા ગાલીચાની પસંદગી કરો કેમકે તે રૂમને વધારે આકર્ષક બનાવશે.Rose-Pattern-Style-Velvet-Carpet-Living-Room

– ડ્રોઇંગ રૂમમાં ખાસ કરીને મરૂન, નેવી બ્લ્યુ, સ્કીન કલરના ગાલીચા ખુબ જ સુંદર લાગે છે.

– ગાલીચો કેટલો ટકશે તે જાણવા માટે તેને ગોળ ફોલ્ડ કરીને ખોલો. જો તેની પર કરચલી પડતી હશે તો તે ગાલીચા ઝડપથી ખરાબ થઈ જશે.

– ગાલીચા એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ લાંબા સમય સુધી થવાનો છે. તેથી કારપેટની કિંમત કરતાં તેના ટાકાઉપણા પર ખાસ ધ્યાન આપો.

આ પોસ્ટને શેર કરો !