રસોડું આ રીતે સજાવો

 ♦રસોડાને સજાવવુ દરેક ગ્રુહિણીને ગમે છે,બસ નાના એવા ફેરફાર કરીને તમે રસોડાને સુંદર બનાવી શકો છો,જેમ કે રસોડામાં ફ્રૂટ્સ અને વેજિટેબલ્સની ડિઝાઇન બનાવી શકાય. આ ઉપરાંત તમે ખાસ પ્રકારના કલરથી રસોડામાં ફ્લાવરની ડિઝાઇન કે પેઇન્ટિંગ પણ કરાવી શકો છો. જેનાથી જ્યારે પણ રસોડામાં જશો ત્યારે તમને એક તાજગીનો અહેસાસ થશે.                               

 ♦ફ્ર્ટૂસ કે શાકભાજીની નાની ફ્રેમમાંથી એક મોટું કોલાજ બનાવીને પણ રસોડામાં રાખશો તો એ એકદમ અલગ પ્રકારનું અને નવતર ડેકોરેશન લાગશે.

♦તમે તમારી જાતે બનાવેલા અથવા તો તમારા બાળકોએ કે ઘરના સભ્યોએ બનાવેલાં પેઇન્ટિંગ્સ પણ રસોડામાં મૂકી શકો છો.

♦આખુ ફેમિલી સાથે જમતું હોય અથવા તો કોઈની બર્થ ડે પાર્ટી કે ડીનર પાર્ટીના ફોટાને ફોટો ફ્રેમમાં મૂકીને પણ કીચન વોલને સજાવી શકાય. 

♦રસોડામાં સાવ થોડી જગ્યા હોય તો ડાઇનિંગ ટેબલ પર અથવા તો રસોડાના રેક પર મેજિક બોલ્સ કે જુદા જુદા રંગના કઠોલ અથવા તો ધાન્ય ભરેલી બોટલ્સ મૂકી શકાય. રસોડાના ડેકોરેશન માટે તમે કોઈ પણ રેક કે છાજલી પર આવી બોટલ્સ મૂકીને ઓછા ખર્ચે સરસ રીતે ડેકોરેશન કરી શકો છો.

♦રસોડાને સજાવવા કાચ, પ્લાસ્ટિક, કે મેલેમાઇનની જુદા જુદા શેપની પ્લેટ્સ દિવાલ પર લગાવી શકાય છે. ત્રિકોણ, ચોરસ, ગોળ, હાર્ટ શેઇપ, કેરી જેવા શેઇપમાં અત્યારે પ્લેટ્સ મળતી હોય છે. તેને વ્યવસ્થિત રીતે સેટ કરીને રસોડામાં ડેકોરેશન કરી શકાય.