વિવિધ વાસણથી રસોડાનો શણગાર
ઘરમાં રસોડાનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે ત્યાં આખા પરિવાર માટે ભોજન બને છે અને તે ભોજનથી પરિવારના સભ્યોને શક્તિ અને સ્ફૂર્તિ તથા કામ કરવાનો ઉત્સાહ મળતો હોય છે. એટલા માટે સાધનસંપન્ન હોવાની સાથે-સાથે રસોડાનું હાઇજિનિક એટલે કે સ્વાસ્થ્યપ્રદ હોવું પણ ખૂબ જરૂરી છે.
આજકાલ રસોડાને સજાવવા અને વ્યવસ્થિત કરવા માટે બજારમાં ઘણું બઘું મળી રહે છે, પરંતુ માત્ર પૈસા ખર્ચ કરવાથી રસોડામાં કામ કરવાનું સગવડભર્યું અને હાઇજિનિક નથી થઈ જતું. તેના માટે રસોડામાં જરૂરી સામગ્રીની સાથે સાથે રસોડામાં કામ કરનાર વ્યક્તિની સગવડને ઘ્યાનમાં રાખીને થોડી જરૂરી અને થોડી રચનાત્મક પ્રકારની ફિટિંગની પણ જરૂરી હોય છે. આવો જોઈએ કે આદર્શ રસોડા માટે કઈ વસ્તુઓ હોવી જરૂરી છે.
ઘરમાં ક્રોકરી હોય તો રસોડાની સજાવટનો તેનાથી બેસ્ટ ઓપ્શન એક પણ નથી. ક્રોકરીમાં અવનવા રંગોની સાથે સરસ મજાના આકારના બાઉલ અને ડિશીઝ તેમ જ કપ રકાબી અને અન્ય સર્વિંગ પ્લેટ્સ મળતી હોય છે. ઘરમાં ક્રોકરી હોય તો તેનો આ રીતે ક્રિએટીવ ઉપયોગ કરીને શો-કેસમાં અથવા તો રસોડામાં એક રેકમાં ક્રોકરીઝને મૂકીને મોર્ડન સજાવટ કરી શકાય. વળી,આમાં બજેટ પણ ઓછું વપરાશે.
તમે આ રીતે તમારું રસોડું સજાવશો તો એ બાબતની ગેરંટી છે કે તમારા વખાણ બધે જ થશે. અને જે કોઈ પણ તમારું રસોડું જોશે તે તમારી સજાવટના વખાણ કર્યા વિના નહીં રહે!