Decoration
અસ્ત વ્યસ્ત ઘર કોઈને પણ ગમતું હોતું નથી. ઘરમાં અવાર નવાર આવી બૂમો પાડવામાં અવાતી હોય છે આ શું છે? કોઈ ચીજ તેના સ્થાને નથી. આ તો કંઈ ઘર છે? હા, તો તેનો અર્થ એવો થયો કે તમને એક સુંદર રીતે સજાવેલું હોય તેવું ઘર પસંદ છે. તેના કારણે તમે અનેક રીતે માનસિક આરામ અને શાંતિ મેળવી શકો છો.
ઘરની એક સુંદર અને સકારાત્મક રચના તમારી આંખોને એક પ્રકારની ઠંડક આપે છે. જ્યારે તમે તમારા પોતાના ઘરની કલ્પના કરો છો ત્યારે તેના માટેના અનેક સપનાં સજાવો છો, પણ શું તમે તેને પૂરાં કરી શકો છો? તો હવે લાગી જાઓ તમારી પોતાની કલ્પનાશક્તિને વિકસાવવા અને બનાવી દો તમારા ઘરને એક સુંદર ઘર. જ્યાં તમે એક અનોખો આનંદ મેળવી શકો.
સમર સીઝનમાં કલર અને કેરેક્ટરના કોમ્બિનેશનથી સુંદર સજાવટ કરીને હોમ ડેકોરેટ કરી શકાય છે. સમરની સીઝનમાં દરેકને ચટક અને ઘાટા રંગો પસંદ આવે છે. જો ઘરમાં આ પ્રકારના રંગોનું ડેકોરેશન કરવામાં આવે તો તે આંખોને માટે પણ સારું રહે છે. ફેબ્રિક્સ અને ટેક્સટાઈલનો ઉપયોગ સજાવટી ચીજોની સાથે રૂમના બેગ્રાઉન્ડને વધારે નીખારી દે છે.
કલાત્મક રીતે સજાવેલી મૂર્તિઓ, વિવિધ પ્રકારના ડિઝાઈનર લેમ્પ, ડેલિકેટ ફાનસ પણ ઈટંિરિયરની સ્ટાઈલને સુંદર બનાવી દે છે. રૂમમાં ડિઝાઈનંિગ કરાવતી સમયે ઘરમાં દેરક ખૂણામાં લાઈટ આવે તે જરૂરી બની જાય છે. ઘરના દરેક ખૂણા, આકારના આધારે તેની સજાવટ કરવામાં આવે તો તે વધારે સુંદર લાગે છે. સમરમાં જો જાડા પડદા લગાવવામાં આવે તો તે ગરમીથી પણ રક્ષણ આપે છે.