ડેકોરેટિવ વૉલ ક્લૉક

funky _clockવૉલ ક્લૉકની બાબતમાં લોકો ખૂબ પૅશનેટ હોય છે અને ઘરને હટકે લુક આપવા માટે સતત કંઈ ને કંઈ નવું શોધ્યા કરે છે. જોઈએ સમય જોવાના આ સાધનમાં આજકાલ કેવી વરાઇટી વધુ જોવા મળી રહી છે.

ડેકોરેટિવ વૉલ ક્લૉક ઘણી વરાઇટીમાં અને આસાનીથી મળી રહે છે. કેટલીક ક્લૉક હાથેથી બનાવેલી અને લાકડાની હોય છે જ્યારે કેટલીક મેટલ, પ્લાસ્ટિક અથવા ઍક્રેલિકની હોય છે. લક્ઝરી વિન્ટેજ ક્લૉકના કૉન્સેપ્ટ હેઠળ તો સિલ્વર જેવી કીમતી ધાતુને પણ ઘડિયાળ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે.

લાકડાની ફોટોફ્રેમવાળી વોલ ક્લૉકને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, જેમાં વચ્ચેના ભાગમાં નાનકડું ઘડિયાળનું સ્ટ્રક્ચર અને બાકી આંકડાઓને સ્થાને નાની-નાની ફોટોફ્રેમ્સ હોય છે જેમાં ફૅમિલી મેમ્બર્સના ફોટા લગાવી શકાય. આવી તો અનેક ડિઝાઇન છે, જેને ડેકોરેટિવ આઇટમ તરીકે વાપરવામાં આવે છે.

 કિચન ક્લૉક

kitchen wall clock

કિચનમાં શોભે એવી વૉલ ક્લૉકમાં શું હોઈ શકે? અહીં ક્લૉકના આંકડાઓ તરીકે જુદી-જુદી ટાઇપના ચમચાઓ લગાવવામાં આવે છે અને વચ્ચે ક્લૉકનું મશીન એક નાનકડી થાળીમાં લગાવવામાં આવે છે. જેથી એનો લુક ટિપિકલ કિચનમાં પડેલી થાળી અને ચમચી જેવો લાગે. આ સિવાય કિચન ક્લૉકમાં ચાની કીટલીના આકારની ઘડિયાળ, એક પૅનમાં આમલેટ કે પરાઠું બનાવ્યું હોય એવો શેપ વગેરે આઇટમ્સ ખૂબ પૉપ્યુલર છે.

 ફન્કી ક્લૉક

clockથોડો ફન્કી લુક આપતી ઍન્ગ્રી બર્ડની વૉલ ક્લૉક, ઘડિયાળના આંકડાઓને નાના-મોટા શેપમાં ગમે એ રીતે ચીપકાવી દેવામાં આવ્યા હોય અને જાણે ઘડિયાળ બનાવવામાં આવી હોય એવો લુક આપતી ક્લૉક પણ લોકોને પસંદ આવી રહી છે. આ ઉપરાંત એવી ઘડિયાળ પણ હોય છે જેમાં બધા જ આંકડાઓને વચ્ચે ઘડિયાળનું મશીન લગાવ્યા બાદ ચોરસ અથવા ગોળાકારમાં જે રીતે લગાવવા હોય એ રીતે નજીક કે લાંબે લગાવી શકાય. કેટલીક ઘડિયાળો એવી હોય છે, જે દીવાલનો ઘણોખરો ભાગ કવર કરી લે છે. આવી વિશાળ ક્લૉક્સને વાઇટ બેઝવાળી દીવાલ પર લગાવતાં ખરેખર ખૂબ આકર્ષક લાગે છે અને એ સમય જોવા માટે નહીં, પરંતુ આર્ટિસ્ટિક પીસ તરીકે જ લગાવવામાં આવે છે.

 પર્સનલાઇઝ્ડ ક્લૉક

imagesપોતાની ફૅમિલીનો અથવા પોતાનો એક સારો ફોટો ઘરમાં લગાવવાનો બધાને શોખ હોય છે, અને આ જ શોખને હવે લોકો એક ઘડિયાળમાં સમાવી રહ્યા છે. આ કૉન્સેપ્ટ કોઈને ગિફ્ટ કરવા માટે પણ સારો છે જેમાં પર્સનલાઇઝ્ડ ટી-શર્ટ અને મગ બનાવી આપતી દુકાનો એવી ક્લૉક પણ બનાવી આપે છે, જેમાં ફોટો પ્રિન્ટ કરાવી શકાય. પર્સનલાઇઝ્ડ ક્લૉકના ઑપ્શનમાં ફોટોફ્રેમ ક્લૉકનો પણ સમાવેશ થાય છે.