ટેબલ ક્લોથ વડે ડાઇનિંગ ટેબલની સજાવટ
ડાઇનિંગ ટેબલને ક્રોકરી, સેન્ટર શો-પીસ અને ટેબલ ક્લોથથી સજાવી શકાય છે. સીઝન પ્રમાણે તમે ટેબલ ક્લોથનો કલર ચેન્જ કરી શકો છો. જુદા જુદા શેપમાં આવતા ટેબલ ક્લોથ અને તેના પર સજાવવામાં આવતા સેન્ટર પીસનું કોમ્બિનેશન ડાઇનિંગ ટેબલને ડેકોરેટિવ લુક આપે છે.
ટેબલ ક્લોથ કોટન, સિલ્ક, જ્યૂટ, લિનનના મટીરિયલમાં મળે છે. રેગ્યુલર યુઝ માટે તમે કોટન ફેબ્રિકનું ટેબલ ક્લોથ પસંદ કરી શકો છો. કોટન વિથ ચિકન એમ્બ્રોઇડરી પણ ડાઇનિંગ ટેબલની શોભા વધારનારું છે. વૂડનના ડાઇનિંગ ટેબલ પર લિનનનું ટેબલ ક્લોથ ક્લાસિક લુક આપે છે. જો ડાર્ક વૂડનનું હોય તો લાઇટ કલરનું પ્લેન ટેબલ ક્લોથ વધુ સારો ઉઠાવ આપે છે. જ્યૂટનું ટેબલ ક્લોથ પણ એથનિક લુક આપે છે. જ્યૂટનું ટેબલ ક્લોથ ગ્લાસ અને વૂડન બંને મટીરિયલમાં યુનિક લુક આપે છે. ઘરમાં પાર્ટી હોય તો સિલ્કનું ટેબલ ક્લોથ પસંદ કરી શકાય.
ટેબલ ક્લોથમાં પ્રિન્ટેડ અને પ્લેન એમ બંને ટાઇપ જોવા મળે છે. પ્લેન ટેબલ ક્લોથ ડાર્ક અને લાઇટ એમ બંને વોલ સાથે મેચ થઈ જાય છે. પ્લેન ડાઇનિંગ ટેબલ ક્લોથ ડાર્ક વૂડન પર સુંદર લુક આપે છે. જો ફેમિલીમાં બાળકો હોય તો લાઇટને બદલે ડાર્ક ટેબલ ક્લોથ પસંદ કરો. ગ્લાસના ડાઇનિંગ ટેબલમાં, એનિમલ પ્રિન્ટ આકર્ષક લુક આપે છે.
જો તમે પ્રકૃતિપ્રેમી હોય અને હોમડેકોરને પ્રાકૃતિક ટચ આપવા માગતા હો તો એનિમલ પ્રિન્ટ પણ સારો વિકલ્પ છે. એનિમલ પ્રિન્ટમાં લેપર્ડ પ્રિન્ટની વધુ ડિમાન્ડ રહે છે જે રિચ લુક આપે છે. એનિમલ પ્રિન્ટના ટેબલ ક્લોથ પર મેટલ અથલા ગ્લાસનું આકર્ષક સેન્ટરપીસ મૂકો જે આખાય રૂમના ઇન્ટીરિયરને બ્યુટીફૂલ લુક આપે છે.
ફ્લોરલ પ્રિન્ટ પણ ટેબલ ક્લોથમાં યુઝ કરી શકાય છે. જો સમરની સીઝન માટે ટેબલ ક્લોથ પસંદ કરતાં હોય તો ફ્લોરલ પ્રિન્ટ વધુ યોગ્ય પસંદગી છે. બોલ્ડ ફ્લોરલ પ્રિન્ટની ડિઝાઇન પર લાઇટ કલરની ક્રોકરી જેમ કે, વ્હાઇટ, પિન્ક સુંદર લુક આપે છે. જો તમે ટેબલને વધુ ડેકોરેટિવ લુક આપવા માગતા હો તો ડેકોરેટિવ બોર્ડરવાળા ટેબલ ક્લોથ પસંદ કરો, જે ફાઇન લુક આપે છે.