વર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ

0 0
Read Time:3 Minute, 26 Second

જો તમે વર્કિંગ વુમન હો તો તમારું ડ્રેસિંગ તમારા પ્રોફેશન અને ઓર્ગેનાઇઝેશનને અનુકૂળ હોવું જોઈએ. તમારું સમગ્ર વ્યક્તિત્વ તમારાં આઉટફિટ અને એક્સેસરીઝ પર ડિપેન્ડ કરે છે. પ્રથમ પ્રભાવ પાડવામાં બાહ્ય વ્યક્તિત્વનો બહુ મોટો ફાળો હોય છે. તો ચાલો જાણીએ કે ઓફિસમાં કેવું મેકઓવર તમારી પર્સનાલિટીને પ્રભાવી બનાવી શકે છે:-

→ ઓફિસ માટે જ્યારે કોઈ એક્સેસરીઝ કે આઉટફિટ પસંદ કરો ત્યારે એક પ્રકારનું બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ. ઓફિસ માટેનાં આઉટફિટ, એક્સેસરીઝ વધુ પડતાં ફેન્સી ન હોવાં જોઈએ અને આઉટડેટ પણ ન લાગવાં જોઈએ. ઓફિસ માટે ક્યારેય લો નેકલાઇન અને ટાઇટ પેન્ટ પ્રીફર ન કરો. તદુપરાંત ટાઇટ ટીશર્ટ, ટોપ્સ, ટ્રાન્સપરન્ટ આઉટફિટને પણ અવોઇડ કરો. જનરલી ઓફિસ માટે લોન્ગ ટોપ્સ, કુરતી વિથ જિન્સ અપ્રોપ્રિએટ રહે છે.

→ પ્રિન્ટની વાત કરીએ તો લાર્જ પ્રિન્ટને બદલે સ્મોલ પ્રિન્ટનાં આઉટફિટ પસંદ કરો અને શક્ય હોય ત્યાં સુધી ડબલ કલરને બદલે એક જ કલરના આઉટફિટ વધુ યોગ્ય રહે છે. તમે પ્લેન આઉટફિટ સાથે પ્રિન્ટેડ દુપટ્ટા કે સ્ટોલ મેચ કરી શકો છો. ઓફિસ માટે સારા ફિટિંગવાળાં, સિમ્પલ કટ, ડિઝાઇનવાળાં આઉટફિટ ફાઇન લુક આપે છે. ઓફિસ માટે જ્યારે આઉટફિટ પસંદ કરો તો રિંકલ ફ્રી ફેબ્રિક જ સિલેક્ટ કરો, જેથી ઓફિસ અવરમાં રાઇટ લુક જળવાઈ રહે.

→ કમ્ફર્ટ મહત્ત્વનું છે, પણ વધુ પડતાં લુઝ આઉટફિટ ખરીદવાનું ટાળો. જેવી રીતે વધુ લુઝ આઉટફિટ યોગ્ય નથી તેવી જ રીતે વધુ પડતાં ટાઇટ આઉટફિટ પણ ઓફિસ માટે ડિસન્ટ લુક નથી આપતાં તેમજ ર્વિંકગ અવર માટે કમ્ફર્ટેબલ પણ નથી રહેતાં. દુપટ્ટા અને સાડીને પિનઅપ કરીને જ રાખવાનો આગ્રહ રાખો, જેથી કામની દોડધામમાં પણ તમારું બાહ્ય વ્યક્તિત્વ સ્ટાઇલિશ બની રહે અને કામની વ્યસ્તતામાં આ વસ્તુ કમ્ફર્ટ પણ લાગશે.

→ આઉટફિટ બાદ એક્સેસરીઝની વાત કરીએ તો વધુ પડતી એક્સેસરીઝ અવોઇડ કરો. લોન્ગ એરિંગ, નોઇઝી બેંગલ્સ, હેવી નેકલેસ, પાયલ વગેરે અવોઇડ કરો. ચેઇન વિથ વન પર્લ, મેચિંગ ઇઅર પર્લ ટોપ ઓફિસ માટે આઇડિઅલ જ્વેલરી છે.

→ ફૂટવેર પસંદ કરતી વખતે પણ કમ્ફર્ટ અને લુક બંનેનું ધ્યાન રાખો. વર્કપ્લેસ માટે હાઈ હિલ અવોઇડ કરો. લો હિલના શૂઝ, સેન્ડલ, ચંપલ પસંદ કરી શકાય. ચાલતી વખતે અવાજ ન આવે તેવા ફૂટવેર ઓફિસ માટે પ્રીફર કરો. ફૂટવેરમાં બ્લેક, બ્રાઉન જેવા કલર પસંદ કરો જે લગભગ બધાં જ આઉટફિટ સાથે મેચ થઈ જાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %