આંખને અનોખો લુક આપો

eye-makeupઆપણા દેશમાં નાના બાળકોના કપાળે, હાથની હથેળીમાં અને પગની પાનીમાં કાજળ વડે ટીકો લગાવવાની પ્રથા સેંકડો વર્ષથી ચાલી આવે છે. આમ કરવા પાછળનું કારણ ‘શિશુને નજર ન લાગે’ તે હોય છે. માત્ર ભૂલકાંને જ નહીં, ખૂબસુરત દેખાતી યુવાન પુત્રીને તેની માતા અને નવવધૂને તેની સાસુ કાળો ટીકો લગાવવાનું કહે છે, અથવા લગાવી આપે છે, જેથી તેને નજર ન લાગે. તેવી જ રીતે આંખોની રોશની તેજ રહે એટલા માટે પણ આંખમાં કાજળ  લગાવવાની પરંપરા ચાલી આવતી હતી. પરંતુ આજે આ કાજળનું સ્વરૂપ સદંતરપણે બદલાઈ ગયું છે. હવે કાજળ આંખની રોશનીને તેજ રાખવા કે નજર ન લાગે એટલા માટે નહીં, પણ મહત્વના સૌંદર્ય પ્રસાધન તરીકે ઉપયોગમાં લેવાય છે. મેકઅપ કરવાની રીત સમજાવતાં મેકઅપ ઓર્ટિસ્ટો કહે છે…

 કાજળ આંખની રોશનીને તેજ રાખવા કે નજર ન લાગે એટલા માટે નહીં, પણ મહત્વના સૌંદર્ય પ્રસાધન તરીકે ઉપયોગમાં લેવાય છે.

 ત્વચા એક્સરખી દેખાય એટલે સૌથી પહેલાં ચહેરા પર મોઇશ્ચરાઇઝર અને ફાઉન્ડેશન લગાવો. ત્યાર બાદ તેના ઉપર ટ્રાન્સલુસન્ટ પાવડર લગાવો.

 કાજળ વડે તમારી આંખોની નીચેની લાઇન અંદરથી આંજો. ત્યાર બાદ પાંપણ પર લિક્વિડ લાઇનરથી ઝીણી લાઇન બનાવો.

 નેણ મોટા દેખાય એટલા માટે મસ્કરા લગાવો. પણ આઇશેડો લગાવવાનું ટાળો, આઇશોડો લગાવવાથી કાજળનો પ્રભાવ ઓછો થઈ જશે.

 છેલ્લે સોફ્ટ બ્રશ વડે ગાલ પર લાઇટ પિંક બ્લશ લગાવો અને પછી ન્યુડ લિપસ્ટિક લગાવી મેકઅપ પૂરો કરો.

 કાજળને જ હાઇલાઇટ કરતા અન્ય એક મેકઅપની રીત સમજાવતાં મેકઅપ આર્ટિસ્ટો કહે છે કે એક શબ્દ પણ બોલ્યા વિના આપણે આંખો વડે ઘણું કહી શકીએ છીએ. ચહેરા પર મોઇશ્ચરાઇઝર અને ફાઉન્ડેશન લગાવી નેચરલ લુક અપનાવો.

 આંખમાં આંજણ આંજ્યા પછી કાજળ વડે પાંપણની લાઇન પાસે ટપકાં કરો.

 સ્મજ બ્રશ વડે તેને સ્મજ કરો, જેથી તે થોડું અવ્યવસ્થિત લાગે. પણ આ પ્રક્રિયા એટલી હળવાશથી કરો કે તે વધારે પડતું અવ્યવસ્થિત ન લાગે. નહીં તો તમે સેક્સી દેખવાને બદલે ગોબરા દેખાશો.