સુંદરતાના પાંચ રહસ્યો

ભારતમાં સુંદરતાનુ ખૂબ મહત્વ છે. અહીં લોકો છોકરીનો સ્વભાવ કરતા વધુ તેની ગોરી ચામડી અને સુંદરતા સૌથી વધુ જુએ છે. સ્ત્રીઓ પણ ખુદને સુંદર બનાવવા માટે ઘણા પુસ્તકોમાં અને ઈંટરનેટ પર રોજ નવી નવી બ્યુટી ટિપ્સ શોધતી રહે છે. અહી મેકઅપની નહી પણ નેચરલ બ્યુટીની વાત કરી રહ્યા છીએ. જે સ્ત્રી સૌથી વધુ સુંદર છે તે પોતાની સુંદરતાનુ રહસ્ય ક્યારેય નહી બતાવે. પણ અહી સુંદરતાના રહસ્યો ખોલીશુ અને તમને બતાવીશુ સુંદર મહિલાઓના પાંચ સીક્રેટ્સ..

 (1) હળદર :haldi powder

હળદરનો પ્રયોગ 100 વર્ષોથી થતો આવ્યો છે. હિન્દુ લોકો આને ખૂબ શુભ માને છે અને દરેક પૂજા કાર્યમાં પ્રયોગ કરે છે. લગ્નના સ્મયે દુલ્હા –  દુલ્હનના શરીર પર વિશેષ હળદરની પીઠી લગાડવામાં આવે છે. હળદર દ્વારા તમે ચહેરાની કાળાશ સ્ક્રિન રેશ, કરચલીઓ અને ચહેરા પર ઉગેલા વાળને દૂર કરી શકો છો.

 

(2) કેસર:

seffronઆ ભારતીય મસાલા કાશ્મીરની ખાડીમાં ઉગાડવામાં આવે છે. જૂના જમાનામા માન્યતા હતી કે જો ગર્ભવતી મહિલા દૂધમાં રોજ કેસર નાખીને પીશે તો થનારુ બાળક ગોરુ થશે. આ ઉપરાંત લગ્નની પ્રથમ રાત્રે દુલ્હા – દુલ્હનને કેસર નાખેલુ દૂધ જ પીવડાવવામાં આવે છે. કેસર ખાવાથી લોહી સાફ થાય છે અને ચહેરો ચમકે છે.

 

(3) બેસન:

besan powderજૂના જમાનામાં બેસનને સાબુના સ્થાને વાપરવામાં આવતુ હતુ. તેનાથી ઉબટન તૈયાર કરવામાં આવે છે, જે ત્વચાને સાફ કરી તેમાં નિખાર લાવે છે. આ ઉપરાંત તેના ફેસ પેક બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. જેનાથી કરચલીઓ અને ખીલ દૂર થાય છે.

 

(4) ગુલાબજળ:

rose waterલગ્નમાં જાનૈયાઓ પર ગુલાબજળ છાંટવા ઉપરાંત પણ આના અનેક ફાયદા છે. જેવી કે ત્વચાને નિખારવી, આ દરેક પ્રકારની ત્વચા પર અસર કરે છે. જો તમે આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા માંગતા હોય તો ગુલાબજળ તેના પર જાદુ કરી શકે છે. ઓઈલી સ્ક્રિન પર ગુલાબજલ લગાડવાથી તેલ અને જામેલી ગંદકી સાફ થઈ જાય છે. તેને ફેસ પેકમાં મિક્સ કરીને જરૂર લગાવો.

 

(5) ચંદન:

sandal powderચંદનના ઝાડનું ધાર્મિક મહત્વ છે. આને સૌદર્ય અને દવાના કામોમાં વાપરવામાં આવ છે. જો ચહેરા પર બ્લેકહેડ, પિંપલ, રેશ કે દાગ પડ્યા છે તો તેને ફેસ પેકમાં મિક્સ કરીને લગાવો જરૂર ફાયદો થશે. ગરમીમાં શરીર પર ચકામા પડે તો આનો ઠંડો લેપ રાહત આપશે