બાથરૂમની સફાઇ અંગે

ઘરની સફાઇનું મહત્વ તો આપને જાણીએ જ છીએ,પણ બાથરૂમ એટલુ જ મહત્વનું છે. જો આ નાની-નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો બાથરૂમ પણ આર્કષક બની જશે.

  • બાથરૂમને સજાવવા માટે તમે જે ચીજની પસંદગી કરો છો તે આરામદાયક અને લાઈટ મૂડ આપનારી હોવી જોઈએ
  • પરિવારના દરેક સભ્યોની જરૂરતને ઘ્યાનમાં રાખીને તેની ગોઠવણ કરવી. દરેકના ટૂથબ્રશ એક કોમન હોલ્ડરમાં રાખવા, શેવીંગ કીટ માટે અલગ જગ્યા રાખવી. એક નાનું ખાનું બાથરૂમમાં બનાવવું જેમાં તમે દરેક પ્રકારના ટોવેલ રાખી શકો.
  • જો તમારા રૂમમાં તમારી પાસે પ્રાઈવેટ અને મોટું બાથરૂમ હોય તો તમે તમારા રોજબરોજના તમામ કપડાં ત્યાં મૂકી શકો છો.
  • એ સિવાય તમે ખૂબસૂરત ટોવેલ હોલ્ડર, સેનિટરી વેર સિવાય પણ તમે મીણબત્તીઓની મદદથી તેને ઉર્જાવાન બનાવી શકો છો.
  • નાના છોડવાળા કૂંડાને બાસ્કેટમાં મૂકીને બાથરૂમની શોભા વધારી શકાય છે અથવા હેંગિગના રૂપમાં પણ લગાવી શકાય છે
  • તમારા ઘરના દરેક વોશબેસિનને ધોવા માટે બે વોશીંગ પાવડરની ચમચી નાંખીને તેને સારી રીતે ઘસી દો. ત્યારબાદ તેને ધોઈ નાખો. તે કાચની જેમ ચમકી જશે.
  • જો બાથરૂમના ટાઈલ્સ ખૂબ ગંદા થઈ ગયા હોય તો તેની પર પણ બોરેક્સ પાવડર છાંટી તેને ઘસી દેવાથી તે ચમકી જાય છે.
  • તમારા જૂના રૂમાલને ફેંકો નહીં, તેની અંદર ફોમની શીટ નાંખી સિલાઈ કરી દેવાથી એક સુંદર મેટ બાથરૂમની બહાર મૂકવા માટે તૈયાર થઈ શકે છે.
  • તમારા બાથરૂમમાં કેટલીક ફિનાઈલની ગોળીઓ ગટરના ઢાંકણા પર મૂકી રાખો. તેનાથી એક અલગ સુગંધ ફેલાયેલી રહેશે.  જો વધારે સુગંધત બાથરૂમ બનાવવો હોય તો તેમાં એર ફ્રેસનરનો ઉપયોગ પણ કરી શકો છો.  જો તમારે ટાઈલ્સ સાફ કરવા બોરેક્સ પાવડર ન વાપરવો હોય તો થોડા ડિર્ટજન્ટ પાવડરમાં એક ચમચી લીંબુનો રસ નાંખીને સાફ કરો. ત્યારબાદ ફિનાઈલ નાંખીને બાથરૂમ ધોઈ નાંખો. તે ચમકી જશે.