બાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ

જો તમે પણ તમારા બાથરૂમને બનાવવા માગો છો એક લક્ઝ્યુરીયશ બાથરૂમ તો હવે બજારમાં આવા સાધનોની કમી નથી જે તમારા બાથરૂમનું રૂપ સાવ બદલી નાખશે. માત્ર સરસ કલર કોમ્બીનેશન જ નહી પણ સુંદર અને અનોખી લાઈટીંગથી પણ તમારૂ બાથરૂમ સુંદર દેખાશે અને સાથે મોર્ડન પણ.

હવે બેડરૂમ અને ડ્રોઈંગરૂમનું ડેકોરેશન બદલાયુ છે તો તેમાં બાથરૂમ અને કીચન કેમ પાછળ રહે. એટલે હવે લાઈફ સ્ટાઈલનો એક મુખ્ય હિસ્સો બાથરૂમ ડેકોરેશન પણ વધ્યુ છે. અને બજારમાં પણ ઘણી નવી અને સારી સારી બાથરૂમ એસેસરીઝ ઉપલબ્ધ છે.

* કાચનો વપરાશ

કાચના વપરાશથી બાથરૂમ એકદમ આધુનીક અને લકઝુરીયસ લાગશે. ગ્લાસ તમારા બાથરૂમને એક સ્પેશ્યિલ લુક આપશે. ગ્લાસ મટીરીયલના બેસીન, શાવર, સ્ટોલ કે પાર્ટીશનને બાથરૂમમાં જગ્યા મળવી જોઈએ. બારીઓ અને કાઉંન્ટર માટે ફ્રોસ્ટેડ ગ્લાસનો વિકલ્પ ઉત્તમ છે. જો ગ્લાસ થીમ બેઝ બાથરૂમ બનાવતા હોય તો ટિંટેડ ગ્લાસ પણ વાપરવો જોઈએ. જેમાં બે રંગોથી વધુ રંગનો ઉપયોગ ટાળવો.

* ક્લાસીકલ વુડ

બાથરૂમને રીચ લુક આપવા માટે વુડન ડેકોર ખૂબ લોકપ્રીય છે. વુડન શેલ્ફ રીલેક્સિંગ સ્ટુલથી બાથરૂમની શોભામાં ઓર વધારો થશે. સાથે સાથે વુડન ફીનીશીંગનું બાથટબ અને શાવર પેનલ વુડન લુકને એકદમ પરફેક્ટ બનાવી દેશે.

* કલર થીમ

સીંપલ લીંવીગ પણ હાઈ થીંકીગમાં વિશ્વાસ રાખનારા લોકોએ પોતાના બાથરૂમને કલર થીમથી ડિફરન્ટ લુક આપવો જોઈએ. જેમાં બાથરૂમ ફર્નીચરનો કલર એક સરખો અને દીવાલોને રોયલ કલરથી રંગવી જોઈએ. વધુ સ્ટાઈલીશ દેખાડવા તેમાં કેન્ડલ, ફૂલ, અને ઈન્ડોર પ્લાન્ટનો ઉપયોગ થઈ શકે. પણ જો જો કલરથીમ રાખો ત્યારે એટલુ ધ્યાન રાખજો કે કલર કોમ્બીનેશન ધ્યાનથી પંસદ કરો.

* સ્ટીમ રૂમ

લાઈટ મ્યુઝીક સાથે ડિમલાઈટમાં શાવર લેવાથી આખા દિવસનો થાક ઉતરી જાય. અને જો તેમાંય સ્ટીમ બાથ મળી જાય તો તો સ્વર્ગ જેવી શાંતાનો અનુભવ થાય. અને તે માટે સ્ટીમ કમ શાવર રૂમનો ઓપ્શન ખૂબ સરસ છે. બાથરૂમમાં સાવ ઓછી જગ્યામાં તે ફીટ થઈ જાય છે અને ટુ ઈન વનનું કામ કરે છે. આમાં આખી શાવર પેનલનો પણ સમાવેશ થઈ જાય જેમાં હેંડ શાવરથી લઈને બોડી સ્પ્રેની મજા લઈ શકાય. સાથે સાથે સ્ટીમ બાથ માટે બોડી ટેમ્પરેચર અને અરોમા થેરપીની સુવિધા પણ મળે છે. બેઝીક સુવિધાઓની સાથે તેમાં ટેલીફોન અને રેડિયો સીટી ઈનપુટ સીસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

* બાથ ટબ

આજે બજારમાં બોડી મસાજ માટેના બાથટબ મળે છે. બે થી ત્રણ જણા માટેના બાથટબ આરામથી મળી રહે. એ સિવાય ફ્રી સ્ટેન્ડિંગ અને સ્પા બાથ ટબની વેરાઈટી પણ મળે છે. જો તમે તમારા બાથરૂમને વુડન થીમથી શણગારવાના હોવ તો ફ્રી સ્ટેન્ડિંગ બાથ ટબ ઉત્તમ છે.

* એકસેસરીઝ

બાથરૂમના ફર્નીચર પછી તેની એક્સેસરીઝનો વારો આવે જે તેના લુકમાં મહત્વનો ભાગ ભજવે છે. તમારા બાથરૂમની સ્પેશ મુજબ ગ્લાસ, લેધર કે ફાઈબર બેઝ મટીરીયલ એક્સેસરીઝ લેવી. બાથરૂમને મેટૈલીક લુક આપવા માટે વાંસ, સિલ્વર, બ્રાઉન્ઝ કે મલ્ટી યૂટીલીટી બોક્સેસ વાપરવા. જો તમે પણ તમારા બાથરૂમને ટ્રેન્ડી અને સ્ટાઈલીશ બનાવવા માંગતા હોવ તો પંસદગી તમારા હાથમાં છે.