વાળ ખરવાનાં કારણો

તમે દરેક મહિને પોતાના ચહેરા પર ફેશીયલ કરાવતાં હશો જેથી કરીને તમારા ચહેરાની ત્વચા ચમકતી રહે અને તેમાં કોઈ પણ પ્રકારની રૂખાવટ જણાય નહિ. જેવી રીતે ચહેરા પર ફેશીયલ કરાવવાની જરૂરત છે તેવી રીતે માથાની ત્વચાની મસાજ કરવાની પણ જરૂરત છે. કેમકે માથાની ત્વચા પર મસાજ કરવાથી લોહીનો સંચાર સારો થાય છે.

ભારતીય મહિલાઓની સૌથી મોટી સમસ્યા હોય છે વાળનું ખરવું. આવા સમયે તેમને સમજણ નથી પડતી કે આને માટે શુ ઈલાજ કરવો. અને તેની દેખભાળ કેવી રીતે કરવી. આવી સ્થિતિમાં વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી. તે ફક્ત તમારા વાળની સમસ્યાને જ દૂર નહિ કરે પરંતુ સાથે સાથે તમને આગળ કઈ કઈ સાવધાનીઓ રાખવાની છે તે પણ સારી રીતે સમજાવી દેશે.

જો તમે પણ વાળની આ બધી સમસ્યાઓથી હેરાન હોય તો વાળના એક્સપર્ટને તુરંત મળો.
તેના અમુક લક્ષણો નીચે મુજબ છે –

* માથામાં જો ખુજલી થતી હોય ભલેને પછી વાળની અંદર તુરંત જ શેમ્પુ કર્યું હોય.

* વાળની અંદર કોઈ ચમક ન જણાતી હોય અને વાળ નિસ્તેજ થઈ ગયાં હોય.

* વાળના બે મોઢા થઈ ગયાં હોય.

* તડકાને લીધે તમારા વાળ બેજાન થઈ ગયાં હોય.

* તમારા વાળની અંદર વધારે પડતો ખોડો થઈ ગયો હોય.

* હેર કલરને લીધે વાળ ખરતાં હોય