ઉનાળામાં વાળ માટે વિવિધ હેરમાસ્ક

ઉનાળામાં વાળની સંભાળ રાખવી જરૂરી છે. ગરમીમાં વાળ ખરાબ થઈ જાય છે ત્યારે વાળની સંભાળ માટે વાળના ટેક્સચર પ્રમાણે વિવિધ હેર માસ્ક લગાવવા જોઈએ.

1. મેથી:- મેથીનો હેર માસ્ક બનાવવા માટે ૫૦ ગ્રામ મેથીના દાણા લેવા. આખી રાત પાણીમાં પલાળવા. સવારે થોડું પાણી નાખી પેસ્ટ તૈયાર કરવી પછી. તેમાં બે ચમચી દહીં નાખવું. હવે આ પેસ્ટ વાળના મૂળથી લઇને નીચે વાળના એન્ડ સુધી લગાવી. કલાક પછી ધોઈ નાખવું. મેથી વાળ માટે ખુબા જ ફાયદાકારક હોય છે.

2. જાસુદ:-  જાસૂદના 4-5 ફૂલ પીસીને પેસ્ટ તૈયાર કરવી. તેમાં 1 ચમચી નારિયેળ તેલ, બે ચમચી દહી તેમજ એક ચમચી મધ નાખવું પછી વાળમાં લગાવો. આ હેર માસ્ક તૂટેલા તેમજ ખરતા વાળને રોકવા મદદ કરે છે.

૩. એલોવેરા:- એલોવેરા આપણા વાળ તેમજ ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે તેને ઉપયોગ કરવા માટે વિવિધ રીત છે. બધાની હેર ટાઈપ અલગ – અલગ હોય છે એટલે હેર ટાઇપ મુજબ હેર માસ્ક લગાવવો જરૂરી છે. ફ્રેશ  એલોવેરા જેલ અથવા રેડીમેડ જેલ 3 મોટી ચમચી લેવી, તેમાં લીંબુનો રસ નાખી વાળના મૂળમાં મસાજ કરવો. આ માસ્ક બધાના વાળને અનુકુળ આવે છે. વાળને કલાક પછી માઇલ્ડ શેમ્પૂથી વોશ કરવા. એલોવેરામાં ઘણા ગુણો હોય છે જે આપણા વાળને ફાયદો કરે છે

4. કેળા:- કેળા વાળ માટે ફાયદાકારક હોય છે. તેમાં પ્રોટીન, ઝિંક, આયર્ન, પોટેશિયમ વગેરે પ્રચુર માત્રામાં હોય છે. તે વાળને દ્વિમુખી થતા રોકે છે. વીકમાં 1 વાર આ હેર માસ્ક લગાવવો. એક બાઉલમાં દહીં, 2 પાકા કેળાં તથા લીંબુ મિક્સ કરી વાળમાં લગાવવુંં. 20 મિનિટ પછી વાળ ધોઈ નાખવા.

૫. પપૈયા:- પપૈયાનો હેર માસ્ક બનાવવા માટે એક પાકેલું પપૈયુ લેવું અને તેનો પલ્પ કાઢી લેવો. હવે તેમાં દહીં નાખી મિક્સ કરવુ. વાળની લંબાઈ મુજબ દહીં અને પપૈયું લેવું. આ હેર માસ્કને 30 મિનિટ રહેવા દઈ પછી વાળ ધોઈ નાખવા પપૈયામાં કુદરતી રીતે એન્ઝાઇમ જોવા મળે છે જે મૃત ત્વચાને દૂર કરે છે તેમજ તેમાં વિટામિન A અને બિટા કેરોટિન તેમજ એન્ટિ-ઓક્સિડન્ટ જોવા મળે છે જે વાળ અને ચામડી માટે ખૂબ જ સારા હોય છે.