પડદા વડે ઘરને શણગારો

0 0
Read Time:2 Minute, 31 Second

Modern-Curtainપડદા ઘરની સજાવટમાં મહત્વપુર્ણ ભુમિકા ભજવે છે. સામાન્ય રીતે આપણે બધા જ આપણા ઘરની અંદર પડદા લગાવીએ છીએ. પરંતુ જો તમે ઈચ્છતાં હોય તો અલગ અલગ પ્રકારના પડદા લગાવીને પણ તમારા ઘરનો લુક બદલી શકો છો. તો આવો પડદા વડે ઘરને શણગારવા માટેની ટીપ્સ વિશે જાણીએ-

* આજકાલ બજારમાં મોતીવાળા પડદાની ખુબ માંગ છે. આ ખુબ જ સુંદર રેડિમેડ પડદા છે જેમાં રંગબેરંગી મોતીની લાંબી લાંબી લાઈનો લગાવેલી હોય છે. આ પડદાની કિંમત 560 રૂપિયાથી શરૂ થઈને 740 સુધી હોય છે.bead-curtain 

* પડદાનું કોટન-સિંથેટીક મિક્સ મટીરીયલ 60 રૂપિયાથી લઈને 250 રૂપિયે પ્રતિ મીટર સુધી મળી રહે છે. કોટન સિંથેટિક મિક્સ મટીરીયલમાં ખુબ જ સુંદર પ્રિંટવાળા અને લાઈનીંગવાળા પડદા મળી રહે છે. આ પડદાની કિંમત ઠીક હોવાથી સામાન્ય માણસો તેને સરળતાથી ખરીદી શકે છે. 

* વેલવેટના પડદા ખુબ જ સોફ્ટ અને મખમલી હોય છે. આ પ્રિંટેડ અને પ્લેન બંને વેરાયટીમાં મળી રહે છે. વેલવેટના પડદા અપેક્ષા કરતાં વધારે મોંઘા હોય છે. આની કિંમત 225 રૂપિયાથી શરૂ થાય છે. 

* પોલિસ્ટર ક્રશ મટેરિયલવાળા પડદાની કિંમત 110 થી શરૂ થાય છે. ક્રશના પ્લેન પડદા બજારમાં મળી રહે છે. 

* વિસ્કોપ ગોપ કર્ટન એક પ્રકારનો રેડિમેડ પડદો છે. જેને જાડા દોરા વડે બનાવવામાં આવે છે. આ પડદા દેખાવામાં ખુબ જ સુંદર અને આકર્ષક હોય છે. આ પડદા ખાસ કરીને બેઠક રૂમની બારીઓ પર ખુબ સુંદર શોભા આપે છે.

curtain* આજકાલ બે લેયરવાળા પડદા પણ ફેશનમાં છે. જો તમને પસંદ હોય તો એક લેયર ટીસ્યુની અને બીજી લેયર કોઈ પણ ભારે કાપડની લઈને પડદા બનાવડાવી શકો છો. 

* પ્લેટેડ કર્ટન માટે કોઈ પણ ભારે ફેબ્રિકની પસંદગી કરશો તો તેનાથી પ્લેટ સારી રીતે નથી બનતી. તેથી પ્લેટેડ પડદા માટે લાઈટ કપડાની પસંદગી કરવી. 

* પડદા માટે વાયલ, કોટન, સિલ્ક કે વુલ મટીરિયલની પણ પસંદગી કરી શકો છો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %