હોમ ડેકોર વિથ પિલો

Bedpillowહોમ ડેકોરમાં આજકાલ જુદા-જુદા શેપના, હૅન્ડવર્ક કરેલા અને ઘરના બીજા ફર્નિચરના રંગમાં રંગાઈ ગયેલા પિલો મહત્વનું સ્થાન લઈ રહ્યા છે. સૂતી વખતે માથાને આરામ આપતાં તેમ જ ઘરના સોફા અને બેડને એક અનોખી સુંદરતા આપતાં નાનાં-મોટાં ઓશીકાં હવે ફક્ત આરામ કરવાના સાધનરૂપે નથી વપરાતાં. હવે એથ્નિક, રોમૅન્ટિક, ટ્રેડિશનલ તેમ જ મૉડર્ન બધી જ થીમમાં મળતા આ પિલોનું સ્થાન ઘરના ઇન્ટીરિયરમાં હવે ખૂબ વિશેષ બની ચૂક્યું છે. તો જોઈએ કેવા ફર્નિચર સાથે કેવા પિલો સજાવી શકાય.

colorful-decorative-pillows-પ્લેન કલરની કાર્પેટ માટે

પ્લેન કલરની કાર્પેટ પર થોડા ડિજિટલ ડિઝાઇનવાળા અને કલરફુલ પિલો રાખી કાર્પેટનો આખો લુક ચેન્જ કરી શકાય. થોડા હટકે લુક માટે મોટી અને આકર્ષક ડિઝાઇન પસંદ કરો. તમારા મૂડને સૂટ થાય એમ પિલોને કાં તો એક ગ્રુપમાં કાં તો કાર્પેટ પર ફેલાવીને રાખો.

સિંગલ કલરના સોફા માટે pillow

જો તમારા લિવિંગ રૂમનો સોફા કોઈ ડાર્ક કે લાઇટ સિંગલ કલરમાં હોય તો ઘરના પડદા કે પછી પડદાની ઝાલરના કલરનાં પિલોકવર્સ વાપરો. ફર્નિચરની ડિઝાઇનને અનુરૂપ સ્ટોન કે સીક્વન્સવાળા પિલો પણ સોફા પર રાખી શકાય.

પિલોથી બેડની સજાવટBed-pillow

બેડ પર પિલોની સજાવટ કરવા માટે કોઈ વધારે ખર્ચ કરવાની જરૂર નથી. પિલોને બેડ પર એ રીતે ડિસ્પ્લેમાં રાખો કે પિલો તો દેખાય જ, સાથે તમારો બેડ પણ દેખાય. કેટલા પિલો રાખવા જોઈએ એના માટે કોઈ નિયમાવલી નથી, પણ બેડરૂમમાં પિલોની સજાવટ માટે પિલોની સંખ્યા સૂવા માટેના પિલોના બે સેટ અને ડેકોરેટિવ પિલોનો નાનો સેટ આટલા સુધી જ સીમિત રાખવી વધારે સલાહભરી છે. એકદમ નાના પિલોનો ત્રીજો સેટ પણ જો બેડ મોટી સાઇઝનો હોય તો રાખી શકાય. આ એક્સ્ટ્રા સેટ માટે જુદા-જુદા શેપ અને કલરવાળાં મટીરિયલ સારાં રહેશે.

બાલ્કની પાસેના ઝૂલાની સજાવટswings

વાંસના ઝૂલા પર બેસવા માટે સાદાં ઓશીકાંઓનો ઉપયોગ કરવામાં આવે છે; પણ ડેકોરેટિવ મોટા સિલ્ક, જૂટ, લેધર કે કૉટનના પિલો ઝૂલા પર ખૂબ સારા લાગશે. ઝૂલા પર રાખેલા આવા ડેકોરેટિવ પિલો તમારા ઘરના એ ફેવરિટ ખૂણાને ખૂબ સુંદર રીતે નિખારશે.

બેઠકની સજાવટpillow

હવેનાં મૉડર્ન ઘરોમાં લોકો એક એવો ખૂણો રાખવાનું પસંદ કરે છે જ્યાં તેઓ બેસી શકે, દિવસે સૂઈ શકે તેમ જ દોસ્તો અને પરિવાર સાથે બેસીને સાંજની ચા માણી શકે. આ પ્રકારની બેઠકને લો-હાઇટેડ કે ઇન્ડિયન સિટિંગ પણ કહેવાય છે. આ બેઠક માટે ઘરના કોઈ એક ખૂણામાં ગાદલું બિછાવીને એના પર રંગબેરંગી પિલો ગોઠવી શકાય, જ્યાં ગાદલા અને પિલોની કમ્ફર્ટ સાથે દિવસની આળસભરી પળો માણી શકાય.

પિલો સિલેક્ટ કરવાની કેટલીક ટિપ્સ:-

* બજારમાં જુદી-જુદી ટાઇપના પિલો પણ મળે છે. માથાને સર્પોટ આપતા પિલો, ફ્લોર માટેના પિલો, થ્રો પિલો, બિછાવવા માટેના પિલો, ફક્ત ડેકોરેશનમાં રાખવામાં આવતા પિલો વગેરે.

* પિલો પસંદ કરો ત્યારે જુઓ કે પિલોની અંદર ભરવામાં આવેલું સ્ટફિંગ પૂરતું હોય. ખૂબ વધારે કે ખૂબ ઓછું સ્ટફિંગ માથામાં દુખાવો થવો, ગરદન અકડાઈ જવી, પીઠનો દુખાવો થવો વગેરે તકલીફ આપી શકે છે. પિલો સિલેક્ટ કરતી વખતે ફ્લૅટ અને વધારે જાડા આ બેની વચ્ચેની સાઇઝ પસંદ કરી શકાય.

* ડેકોરેશન માટે વપરાતા થ્રો પિલોની સાઇઝ સામાન્ય રીતે ૧૬થી ૧૮ ઇંચ જેટલી અને શેપ ચોરસ હોય છે, પણ હવે એ જુદી સાઇઝ અને શેપમાં પણ મળે છે.

* પિલોનાં કવર પરની ડિઝાઇન પોતાની અંગત પસંદ, ઘરમાં મૂકવામાં આવેલી બીજી ડેકોરેશનની આઇટમ્સ, દીવાલો, ફર્નિચર તેમ જ પલંગનો રંગ અને બજેટને અનુરૂપ સિલેક્ટ કરી શકાય.

* વધારે ખર્ચ ન કરવા માગતા ઘરસજાવટના શોખીનો પણ પોતાના ઘરમાં પોતાના ક્રીએટિવ આઇડિયાઝથી પિલો ડેકોરેટ કરી શકે છે.

* કોઈ જૂની ફૅશનની અને વષોર્થી કબાટમાં બંધ પડેલી જરી કે બૉર્ડરવાળી બનારસી સાડીમાંથી પિલો કવર્સ બનાવી શકાય તેમ જ જૂનાં કવર પર નવી બૉર્ડર કે પૅચ મૂકીને નવો લુક આપી શકાય.

* પ્લેન ટસર કે સિલ્કના ફૅબ્રિકમાંથી પિલો કવર બનાવી એના પર મોટા સ્ટોન્સ કે મોટી ટિક્કીઓથી ડિઝાઇન બનાવી શકાય.