આપનો બેઠક રૂમ દીવાન સેટથી કઈ રીતે સજાવશો?

0 0
Read Time:3 Minute, 38 Second

દીવાનખંડ સાંભળતા જ રાજા-મહારાજાની યાદ આવી જાય. દીવાનખંડમાં રાખવામાં આવતા દીવાન સેટ એ પ્રાચીન સમયથી ચાલતી આવતી બેઠક વ્યવસ્થા છે.

પહેલાના સમયમાં સોફા ન હતા. ત્યારે શ્રીમંત લોકોએ ચલણમાં મુકેલી આ પ્રથા છે.

સમય વીતતો ગયો અને આધુનિક વસ્તુ બજારમાં મળવા લાગી. પણ, દિવાન સેટના ચાહક આજે પણ મોડર્ન સીટીંગ રૂમમાં એક આગવું સ્થાન આપે છે.

તો ચાલો જાણીએ દિવાન સેટ શું છે?

દિવાન સેટ એટલે કે સોફા જેવી જ બેસવાની જગ્યા. પણ, તે સોફા થી વધારે આરામદાયક હોય છે.

લાકડાના પલંગ જેવી મોટી બેન્ચ હોય તેના પર ગાદલા તેમ જ ઘણા બધા તકિયા મૂકી દો એટલે દિવાન સેટ તૈયાર થઈ જાય.

જેનો બેસવા માટે અને સૂવા માટે એમ બંને હેતુ માટે ઉપયોગ થઇ શકે છે.

અત્યારે મુખ્યત્વે  બે પ્રકારના દિવાન સેટ પ્રચલિત છે.

(૧)  મોડર્ન (આધુનિક) દિવાન સેટ અને (૨) ટ્રેડિશનલ (પરંપરાગત) દિવાન સેટ.


(૧)  મોડર્ન દિવાન સેટ

મોડર્ન એટલે કે આધુનિક ઘરમાં પણ આ પ્રકારના દિવાન સેટ ખુબ સુંદર લાગે છે.

ખાસ કરીને ઘરમાં વડીલો હોય કે નાના બાળકો હોય તેના માટે આ સીટિંગ એકદમ આરામદાયક ગણાય.

મોડર્ન દિવાન સેટમાં તકિયા અને ચાદરના કલરની પસંદગી મોડર્ન  લૂક આપે એવી કરવામાં આવે છે.

આ પ્રકારના સેટમાં ચોરસ તકિયાને દિવાન પર દિવાલની નજીક ગોઠવવામાં આવે છે. તેમજ મોટા ગોળ (રાઉન્ડ) તકીયાનો ઉપયોગ થતો નથી.

દરેક વ્યક્તિ પોતાની પસંદ પ્રમાણે દિવાન સેટની ચાદર તથા તકીયાના કવરનો કલર પસંદ કરી શકે છે. અલગ અલગ કલર તથા પ્રકારના ચાદર તથા તકીયા એમેઝોન પરથી ઓનલાઈન ખરીદવા માટે આ લિન્ક પર ક્લિક કરો.

અલગ અલગ પ્રકારના મોડર્ન દિવાન સેટ (સોફા) Amazon.in પરથી ખરીદવા નીચેની લિન્ક પર ક્લિક કરો.

Modern Diwan Set Furniture on Amazon


(૨) ટ્રેડિશનલ દિવાન સેટ

ટ્રેડિશનલ દિવાન સેટમાં પરંપરાગત ગોઠવણ હોય છે.

એટલે કે પહેલાના સમયમાં રાજા-મહારાજાની બેઠક વ્યવસ્થા હોય એવી જ રીતે સજાવવામાં આવે છે.

આપના સીટીંગ રૂમનું સેટિંગ એરેન્જમેન્ટ પણ ટ્રેડિશનલ હોવું જોઈએ જેથી કરીને આ પ્રકારનો દીવાન સેટ ઘરમાં દીપી ઉઠે.

ટ્રેડિશનલ દિવાન સેટના કવર અને તકિયા ખરીદતી વખતે ધ્યાનમાં રાખવું કે તે એકદમ ટ્રેડિશનલ લુક આપે. તેમાં હાથી ઘોડાના પ્રિન્ટવાળા ટ્રેડિશનલ લુક કવર પણ ઓનલાઇન મળે છે.

તકિયાની ગોઠવણી વખતે ધ્યાન રાખવું કે ગોળ (રાઉન્ડ) તકિયાને સાઈડમાં રાખવા અને મોટા મોટા ચાર તકિયા પાછળની દીવાલ બાજુ રાખવા. આ ઉપરાંત નાના તકિયા આગળ જ રાખવા

ટ્રેડિશનલ દિવાન સેટ ખરીદવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Traditional Diwan Set Furniture on Amazon

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %