ટેરેસ ગાર્ડનને મહત્વ આપો

ઘરની સુંદરતા વધારવા માટે આજકાલ લોકો ટેરેસ ગાર્ડનને મહત્વ આપવા લાગ્યા છે. લોકો ફકત ટેરેસ પર જ નહીં પરંતુ નાની બાલ્કની, કોઈ ખુલ્લી જગ્યાનો ગાર્ડનિંગ માટે હવે ઉપયોગ કરવા લાગ્યા છે. 

બંગલો અને એપાર્ટમેન્ટ માટે ટેરેસ ગાર્ડન એક સુંદર કન્સેપ્ટ છે. કારણ કે તે વધુ જગ્યા રોકતું નથી અને કોઈ પણ નાની ખુલ્લી જગ્યામાં, બાલ્કની, વરંડા કે કોઈ મોટી વિલાની ગેલરીમાં બગીચો બનાવી શકાય છે.

ટેરેસ ગાર્ડન બનાવતાં પહેલાં કોઈ સ્ટ્રકચરલ એન્જિનિયરની સલાહ જરૂર લેવી જોઈએ. તમારી છત કે બાલ્કની ટેરેસ ગાર્ડનનું કેટલું વજન લેવા સક્ષમ છે તેની માહિતીની સાથે ભેજની સમસ્યા રોકવામાં પણ આ એન્જિનિયર તમારી મદદ કરી શકે. 

ટેરેસ ગાર્ડનને અનેક રીતે સજાવીને ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકાય છે. ફળ-શાકભાજી કે ફૂલ ઉગાડવાનો તમારો શોખ પણ પૂરો થઈ જશે. તમે ઘરની થીમને પણ ટેરેસ ગાર્ડન સાથે જોડી શકો છો. 

કોંક્રીટની ટાઈલ્સમાં તમને ગમતી મનપસંદ પેટર્ન બનાવીને છતની કોર્નરમાં વોટરફોલ કે પછી  ફાઉનટેન રાખો.

≥ જે છોડને ભરપુર તડકો જોઈતો હોય તેવા જ છોડને અગાસી પર ઉગાડો અથવા તો તેમ ગ્રીન જાળી પણ તેના રક્ષણ માટે લગાવી શકો છો. અગાસી પર તમે એક કોર્નરને સુંદર રીતે હાઈ લાઈટ કરી શકો. જયાં તમે ફાઈન્ટેન, કોતરણીવાળા શો પીસ મુકીને એ ખુણાને એટ્રેકિટવ બનાવી શકો.જો અગાસી વિશાળ હોય તો  કોર્નરમાં તમે નાનકડું તળાવ ડેવલપ કરીને કમળના ફુલ તેમાં ઉગાડી શકો.

 સૌથી પહેલા એ ધ્યાન રાખવુ કે એ જગ્યા થોડી ઢોળાવવાળી હોય, જેથી પાણી બહાર નીકળી શકે. અહીં સૂર્યપ્રકાશ આવે એ જરૂરી છે, જેથી ફૂલ-છોડનો વિકાસ થઈ શકે. આ જગ્યા છોડ અને માટીનું વજન ઊંચકી શકે તેવી પણ હોવી જોઈએ.

  ટેરેસ ગાર્ડનમાં છોડની સાચવણી અને માટીને ભીની રાખવા માટે એ જગ્યાનું સારી રીતે વોટર પ્રૂફિંગ કરાવવું જરૂરી છે. 

 ટેરેસ ગાર્ડન બનાવ્યા બાદ તેની જાળવણી પણ એટલી જ જરૂરી છે. છોડને દરરોજ પાણી નાખો. ટેરેસ ગાર્ડનને ટકાઉ બનાવવા માટે ડ્રોપ સિસ્ટમ લગાવો. ઓછું વજન ધરાવતા છોડ ટેરેસ ગાર્ડન માટે શ્રેષ્ઠ છે. 

≥ સરસ રીતે મેઈન્ટેઈન કરવામાં આવેલા ટેરેસ ગાર્ડનમાં તમે બર્થ ડે પાર્ટી અથવા તો ફેમિલી ગેટ ટુ ગેધર જેવા નાનકડાં ફંકશનને સરસ રીતે આકાર આપી શકો છો.

≥ ટેરેસ ગાર્ડનને ભેજ તથા ગંદકીથી બચાવવું જરૂરી છે. તેથી જેવા કોઈ છોડ પીળા પડવા લાગે અથવા તો અગાસીમાં ભેજ લાગવા માંડે ત્યારે તેને વ્યવસ્થિત રીતે મેઈન્ટેઈન કરવું જોઈએ.