ઈનડોર પ્લાન્ટ્‌સ માટે ઉપયોગી ટિપ્સ

ચોમાસું આવી ગયું છે અને દરેક garden lover ને નવાં-નવાં છોડ વાવવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે, પણ ઘણાં લોકો જગ્યાના અભાવે પોતાનો શોખ પૂરો નથી કરી શકતા. તો આવો જાણીએ કે ઘરમાં જ તમે કેવી રીતે indoor plants વાવીને પોતાનો શોખ પૂરો કરી શકો છો:-

* તમારા રૂમના આકાર મુજબ જ છોડની સાઇઝ પસંદ કરો.

* ઊંચા છોડને રૂમમાં પ્રવેશતાં જ દેખાય એવી જગ્યાએ રાખો.

* ઇનડોર પ્લાન્ટનાં કૂંડાં મૂકતી વખતે એની સામે મૂકવામાં આવેલી વસ્તુઓની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું ઘ્યાન રાખો.

* છોડને બહુ જ ઓછા સૂર્યપ્રકાશમાં પણ ન રાખો કારણ કે ઓછા સૂર્યપ્રકાશમાં છોડ વઘુ ઊંચા થઈ લચી પડે છે અને એનાં પાંદડાં પીળાં થઈ જઈ ખરવાં લાગે છે. એટલે છોડને થોડા થોડા સમયે સૂર્યપ્રકાશમાં રાખો.

* જે કૂંડામાં કેકટસ રોપ્યાં હોય એ કૂંડામાંની માટી ઢીલી રાખો. એમાં વધારે પાણી ન નાખો.

* ડિઝાઇનર બાથરૂમ બનાવતી વખતે પ્લાન્ટ્‌સ મૂકવાની જગ્યા ખાસ બનાવડાવો.

* બાથરૂમમાં મૂકેલા પ્લાન્ટ્‌સનાં પાંદડાંને નિયમિત રીતે પાણીથી ધોતાં રહો. પાંદડાં પર ટેલ્કમ પાઉડર, હેરસ્પ્રે ન પડે એનું ઘ્યાન રાખો.

* બાથરૂમના વાતાવરણમાં ભીનાશ વઘુ હોય છે એટલે ત્યાંને માટે એવા છોડની પસંદગી કરો જે ભેજવાળા વાતાવરણમાં યોગ્ય રહે છે. જેમ કે પામ અથવા ફર્ન.

* સાંકડા રસ્તામાં પ્લાન્ટ ન રાખશો. ઘસવાની ક્રિયા એમનો વિકાસ અટકાવે છે.

* પામ અને બામ્બુ પ્લાન્ટ એવા છોડ છે જેને જ્યાં પણ મૂકવામાં આવે એ ત્યાંની સુંદરતા વધારે છે. અરીસા આગળ પામનો પ્લાન્ટ મૂકવાથી રૂમની લીલોતરી અનેકગણી વધી જાય છે.

* જુદા જુદા પ્રકારના ફર્નને સિરામિકના રંગીન કૂંડામાં રોપી શકાય છે. એ બાથરૂમ અથવા કિચનની બારી પર ગોઠવવાથી સુંદર દેખાય છે.

* ઇનડોર પ્લાન્ટ્‌સને રૂમ હિટરની નજીક ન રાખો કારણ કે એનાથી નાજુક છોડને નુકસાન થશે. રૂમમાં સજાવેલા છોડનાં પાંદડાં થોડાં થોડાં સમય બાદ સ્પંજથી સાફ કરતા રહો.

* પાણીથી હળવેથી સ્પ્રે પણ કરી શકો છો. જે છોડનાં પાન નાજુક હોય છે એને સ્પંજ દ્વારા ક્યારેય સાફ ન કરો. એની પર માત્ર સ્પ્રે જ કરો.

* રૂમ કલાત્મક લાગે એ માટે લાઇટનો ઉપયોગ છોડ પર એવી રીતે કરો જેથી રૂમ વઘુ આકર્ષક લાગે. ઇનડોર પ્લાન્ટ્‌સ કલાત્મક વસ્તુઓની સાથે સજાવો. એની પર ઓછી લાઇટ પાડવા છતાં રૂમની શોભા બમણી થઈ જશે.

આ પોસ્ટને શેર કરો !