સ્વાદિષ્ટ ખમણ ઢોકળા

ખમણ ઢોકળા:

                               khaman

સામગ્રી : 500 ગ્રામ ચણાનો લોટ, છીણેલુ નારિયેળ, આદુ મરચાંની પેસ્ટ, ચપટી હિંગ, રાઈ, કોથમીર, તેલ, મીઠુ સ્વાદમુજબ, ચપટી ખાવાનો સોડા, અડધી ચમચી ઈનો, ખાંડ- 3/4 ચમચી, પાણી-1 ગ્લાસ

રીત : સૌ પ્રથમ ચણાના લોટમાં પાણી, તેલ(2 ચમચી), ઈનો અને સોડા નાખી ખૂબ ફીણો. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ અને મીઠું નાખી આથો આવવા દો. આથો આવ્યા પછી થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી વરાળથી બાફી લો. 10 મિનિટ ઠંડુ થયા પછી તેને ચોરસ કાપી લો. એક કઢાઈમાં તેલ તપાવી રાઈ-હિંગ તતડાવો, હવે તેમાં પાણી નાખો અને ખુબ ઉકાળો આ તેલને ખમણ પર નાખી હલાવી લો. સમારેલી કોથમીર અને કોપરાનુ છીણ ભભરાવી ચટણી સાથે સર્વ કરો.