બનાવો ટેસ્ટી ખાટા ઢોકળા

0 0
Read Time:1 Minute, 35 Second

ખાટા ઢોકળા:-

           khatta-dhokla

(4 વ્યક્તિ માટે)

બોળા માટેની સામગ્રી:-  ચણાની દાળ-1 કપ, અળદની સફેદ દાળ- અડધો કપ, ચોખા-2કપ, મગની દાળ-અડધો કપ, સુકા મકાઇના દાણા-અડધો કપ, દહિં-1વાટકી

વઘાર માટેની સામગ્રી:- મીઠો લીમડો, રાય, તેલ, કોથમીર, હિંગ

પેસ્ટ માટેની સામગ્રી:- આદુ, કોથમીર, લીલા મરચા-4, લસણ-10-12કળી

રીત:- ચણાની દાળ, અળદની સફેદ દાળ, ચોખા, મગની દાળ અને સુકા મકાઇના દાણાને સાફ કરી કરકરૂ પીસી લેવું. હવે આ લોટમાં દહિં/છાશ નાખીને 9-10 કલાક બોળો આવવા દો (રાતે બોળો આપો તો બીજે દિવસે બપોરે ઢોકળા બનાવવા). બરાબર બોળો આવી જાય એટલે તેમાં આદું, કોથમીર, લીલા મરચા, લસણની પેસ્ટ તથા નમક, ચપટી ખાંડ, હળદર(પલાળેલી ચણાની દાળ પણ નાખી શકાય)નાખી ખૂબ હલાવો. આ મીશ્રણને ઢોકળીયામાં ભરી લો અને ધીમે તાપે 20 મીનીટ માટે મુકી દો. પછી ઢોકળીયામાંથી કાઢીને મનપસંદ આકાર આપી દો. હવે એક કડાઇમાં 2-3 ચમચી તેલ ગરમ મુકો, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાય, હિંગ, મીઠો લીમડો નાખી વઘાર કરવો, ત્યારબાદ તેમાં ઢોકળા નાખી હળવે હાથે હલાવવું, ડેકોરેશન માટે કોથેમીર નાખવી. કોઇપણ ચટણી અથવા ટમેટાસોસ સાથે ગરમાગરમ સર્વ કરવું.

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %