કિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું

0 0
Read Time:2 Minute, 34 Second

કિચનનો આકાર કેવો છે, તેના પર તમારી નજર કરો. તે યુ શેપ, એલ શેપ અથવા ચોરસ છે, તે નક્કી કરો. અહીં આકારનો અર્થ લેઆઉટ સાથે છે. આ પ્રકારના કિચનમાં ૩ પ્લેટફોર્મ હોય છે. એક બાજુ સિંક, બીજી બાજુ પ્લેટફોર્મ અને ત્રીજી બાજુ ઈલેક્ટ્રોનિક સાધનસામગ્રી. પણ ઘણા કિચન એવા પણ હોય છે જ્યાં માત્ર એક જ પ્લેટફોર્મ હોય છે. તેના પર ગેસ રાખવામાં આવે છે અને બીજો જરૂરી સામાન વગેરે. કિચનમાં શેલ્ફસ અથવા કેબીનેટ કેટલાં છે? તમારી પાસે ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્‌સ હોય તો તેને સારી રીતે ક્યાં રાખવા? આ બઘું ગૃહિણીની સમજશક્તિ પર આધાર રાખે છે. ખેર, કિચન કેવું પણ હોય, પોતાનું હોય કે ભાડાનું, આપણે માત્ર એ ઘ્યાન રાખવાનું કે તેને કેવી રીતે વ્યવસ્થિત રાખવું જેથી કામ ઝડપથી અને સહેલાઈથી કરી શકાય. આ માટે નીચે આપેલી ટિપ્સ અપનાવો –

1. પારદર્શક ડબ્બાનો ઉપયોગ:-

દાળચોખા અને મસાલા માટે કાચ, ચિનાઈ માટી અથવા સ્ટીલના ડબ્બાને બદલે પ્લાસ્ટિકના એરટાઈટ સુંદર ડબ્બાનો ઉપયોગ કરો. આમાં એક જ નજરમાં ખબર પડી જાય કે દાળ કયા ડબ્બામાં છે, આવી રીતે મસાલા પણ ભરી રાખો. જે વસ્તુઓનો વધારે ઉપયોગ થતો હોય તેને આગળની તરફ રાખો અને જેનો ઓછો ઉપયોગ થતો હોય તેમને પાછળની તરફ રાખો. જો પારદર્શક ડબ્બા ન હોય અને તમારી ખરીદવાની સ્થિતિ પણ ન હોય તો સ્ટીલના ડબ્બા પર લેબલ લગાડો.

 

2. મસાલાનો ડબ્બો જરૂર રાખો:-

પારદર્શક એરટાઈટ મસાલાની બરણીઓ રાખવી જ જોઈએ. કારણ કે બધા મસાલા તો મસાલાના ડબ્બામાં નથી આવી શકતા. મસાલાનો ડબ્બો ગેસની નીચે રેકમાં અથવા ખાનાવાળા કબાટમાં રાખો.

3. ચા-કોફીના ડબ્બા:-

ચાની પત્તી, ખાંડ, કોફી પાઉડર, એલચી પાઉડર વગેરે માટે એક નાની એવી સુંદર શેલ્ફ ગેસની જમણી બાજુ લગાડાવો. ગેસની ડાબી બાજુ એક મગસ્ટેન્ડ અથવા ચાના કપનું સ્ટેન્ડ લગાડી રાખવું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %