કિચન ટિપ્સ

સ્ત્રીઑનો મોટા ભાગનો સમય કિચનમાં જ પસાર થતો હોય છે, તો આવો કિચનને વ્યવસ્થીત કેમ રાખવું એ જાણીએ..

» ફ્રિજ

ઈન્ટિરિયર ડિઝાઈનર કહે છે કે ફ્રિજ કિચનમાં જ હોવું જોઈએ અને ગેસથી અઢી -ત્રણ ફૂટ દૂર અને નજીક પડે તેમ જમણા હાથે રાખવું જોઈએ, પરંતુ જો કિચન નાનું હોય તો તેને કિચનની બહાર પણ રાખી શકાય છે.

» વાસણોનું સ્ટેન્ડ

તમારા રસોડામાં સીંકની ઉપર જ વાસણ માટે સ્ટેન્ડ રાખો. પ્રયત્ન કરો કે સ્ટીલના બદલે પાઉડર કોટેડ સ્ટેન્ડ હોય. આથી ફાયદો એ થાય કે વાસણોને ધોયા પછી સ્ટેન્ડમાં રાખવામાં આવે ત્યારે થોડું ઘણું પાણી પડી જાય તો પણ કાટ નહીં લાગે. આજકાલ બજારમાં એવા સ્ટેન્ડ પણ મળી રહે છે જેમાં વાસણ ધોઈને રાખી મૂકી અને થોડીવારમાં પાણી નીતરીને નીચે ટ્રેમાં આવી જશે અને તે પછી તેને લૂછીને યોગ્ય જગ્યાએ રાખો. આ એક નાની અલમારી જેવું હોય છે, જે આગળથી બંધ હોય છે.

» મિક્સર , ટોસ્ટર, હેન્ડ મિક્સર

આપણે ઘણી બધી વસ્તુઓ એટલા માટે ઉપયોગમાં નથી લઈ શકતા, કારણ કે કિચનમાં તેના માટે સારી જગ્યા નથી શોધી શકતા. હેન્ડ મિક્સરને તો કોઈ પાવર પોઈન્ટની નજીક જ લગાડવું જોઈએ અને મોટું મિક્સર, ટોસ્ટર વગેરેને હંમેશા કિચનમાં નીચેના ખાનામાં રાખવા જોઈએ જેથી કાઢતી, મૂકતી વખતે મુશ્કેલી ના પડે.

» માઈક્રોવેવ – ઓ.ટી.જી. ઓવન

માઈક્રોવેવ અને ઓ.ટી.જી. ઓવનનો ઉપયોગ એક સાથે તો નથી કરવામાં આવતો. તેથી તમે માઈક્રોવેવનો ઉપયોગ જો વધારે કરતાં હોય તો તેના માટે એક નાના પથ્થરનું ખાનું કિચનમાં જુદું રાખવું અથવા કામની જગ્યા પર જ ગેસથી ૪ ફૂટ દૂર હેંગ કરાવી લેવું. જો નાનકડું ટેબલ કિચનમાં રાખી શકાય તેમ હોય તો સ્લેબને સમાનાંતર કિચનથી બીજી સાઈડ પર લગાવો. તેના પર માઈક્રોવેવ રાખો. તેની નીચેની રેક પર ઓ.ટી.જી. રાખો જેથી જરૂર પડે ત્યારે સહેલાઈથી કામ કરી શકાય.

» કિચનમાં હવા ઉજાસ

કિચનમાં અંધારુ હોય અથવા અજવાળું વ્યવસ્થિત ના આવતું હોય તો એક નાની ટ્યૂબલાઈટ ગેસના ચૂલાની બરાબર ઉપરની સાઈડ પર, પરંતુ સગડીથી થોડે દૂર મુકાવો. આમ તો કિચનમાં પાછળની દિવાલ પર ટ્યુબલાઈટ લગાડવાથી સારું અજવાળું આવશે.

» એગ્ઝોસ્ટ ફેન

જો તમારી પાસે કિચનમાં ચીમની ન હોય તો એગ્ઝોસ્ટ ફેનને સાચી જગ્યાએ લગાડાવો જેથી કિચનનો ઘુમાડો સારી રીતે બહાર નીકળી જાય. તેના માટે ગેસની ઉપર બહારની બાજુ ખૂલતી બારીની ઉપર વેન્ટિલેટર ફિટ કરાવો.

ઘ્યાન રાખો, કિચનમાં ઓછામાં ઓછા ૩ પાવર પોઈન્ટની વ્યવસ્થા જરૂર કરાવો.

આ પોસ્ટને શેર કરો !