Kitchen
«» હવે એ દિવસો ગયા જ્યારે રસોડામાં ફક્ત રસોઈનાં વાસણો અને ગેસ કે પાણીનાં માટલાં જ પડ્યાં હોય. રસોડું હવે મોડ્યુલર કિચનથી માંડીને કન્ટેમ્પરરી લુકમાં ઢળાવા લાગ્યું છે. ઘરનું રિનોવેશન થતું હોય કે, નવું ઘર ખરીદવાનું હોય સ્ત્રીઓ રસોડાની સગવડતાને પહેલી પ્રાથમિકતા આપે છે.
«» સ્ત્રી રસોડાને પ્રાથમિકતા આપે તેમાં કશું ખોટું પણ નથી. જ્યાંથી ઘરના સભ્યોની ને સ્ત્રીની પોતાની હેલ્થ સચવાતી હોય તે રસોડું બોરિંગ બનવાને બદલે કળાત્મક બનતું જાય તો ગૃહિણી પણ ઉત્સાહથી પોતાના કામ આટોપી શકે છે.
«» હવે આર્કિટેક્ટ અને એન્જિનિયર્સ પણ વિશેષ રસ લઇને રસોડાની ડિઝાઇનિંગ વિકસાવે છે. તમે જો રસોડામા ફેરફાર કરાવવા માગતા હો તો જાણી લો કે, રસોડામાં ક્યા પ્રકારે ડિઝાઇનિંગ કરીને રસોડાને એકદમ અનોખું બનાવી શકાય?આ બાબતમાં દરેક મહિલા માટે પસંદગી જૂદી – જૂદી હોય છે, કોઇને ટ્રેડીશનલ ગમે છે તો કોઇને લેટેસ્ટ.