રાત્રે મેકઅપ દૂર કરવો જરૂરી છે

આજકાલ મેકઅપ કરવો એક ફેશન બની ગઇ છે. દરેક મહિલાને મેકઅપ કરવો પસંદ હોય છે ચાહે તે નોકરી કરતી હોય કે પછી ગૃહિણી હોય. મેકઅપનું સ્ત્રીના જીવનમાં એક આગવું મહત્વ છે. અત્યારે દરેક મહિલા પાસે મેકઅપ પ્રસાધનો ઉપલબ્ધ હોય છે. તેણી જ્યાં જતી હોય ત્યાં મેકઅપ પ્રોડક્ટ તો પોતાની બેગમાં રાખતી જ હોય છે જેમ કે લિપબામ, લિપસ્ટિક, પાવડર, કાજલ, મસ્કારા, કોમ્પેકટ ફાઉન્ડેશન, વગેરે.
→ મેકઅપ લગાવ્યા પછી ચહેરો નિખરી ઉઠે છે. ચહેરા પર થોડી ઘણી ખામી હોય તો તે મેકઅપ દ્વારા આસાનીથી છુપાવી શકાય છે.
→ મહિલાઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મેકઅપને દૂર કરવો ખૂબ જ અગત્યનો છે. મેકઅપ ઉતાર્યા વગર રાત્રે સૂઈ જવું ખૂબ જોખમી છે.
→ જો ચહેરાને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો ત્વચાને ખૂબ નુકસાન થાય છે. ત્વચા પર ખીલ થવા, સ્કીન ટોન ખરાબ થવો, સ્કિન રેડ થવી, ત્વચા પર રેસીસ થવી, કાળા ઘેરા થવા વગેરે.
→ ચામડીના નિષ્ણાંત તબીબોના મત પ્રમાણે મેકઅપ લગાવવાથી ત્વચાના રોમછિદ્રો બંધ થઈ જાય છે એટલે ચામડી શ્વાસ લઈ શકતી નથી. તેથી મેકઅપ લાંબો સમય સુધી રાખવો ન જોઈએ.
→ મેકઅપ દૂર કરવા માટે રાત્રે કલીન્જિંગ મિલ્કથી ચહેરો યોગ્ય રીતે સાફ કરવો જોઈએ. અહીં તમે નાળિયેરના બે-ત્રણ ટીપા લઈને પણ ચહેરો સાફ કરી શકો છો.
→ વર્જિન કોકોનટ ઓઇલ એક નેચરલ મેકઅપ રિમૂવર નું કામ કરે છે ત્યારબાદ ત્વચાને અનુરૂપ ફેસવોશથી ચહેરો બરાબર સાફ કરવો. છેલ્લે લાઇટ ક્રીમ લગાવી.
→ જો રાત્રે મેકઅપ રીમુવ કરતા હોય તો નાઈટ ક્રીમ લગાવી અને દિવસે મેકઅપ રીમૂવ કરતા હોય તો છેલ્લે મોઈશ્ચરાઈઝર લગાવો.
→પણ ધ્યાન રહે આ આખી પ્રક્રિયામાં ત્વચાને રગડવાની નથી બિલકુલ હળવા હાથે ત્વચા પરથી મેકઅપ રીમુવ કરવો.