તમારા બાથરૂમને સુંદર બનાવો

બાથરૂમ હવે માત્ર નહાવાની નાનકડી ઓરડી રહી નથી, આધુનિક સમયમાં એ તણાવમુક્ત થવા માટે અગત્યનું બની ગયુ છે. બાથરૂમને પણ ડેકોરેટ કરવાનો સમય આવી ગયો છે. ચાલો, જાણીએ બાથરૂમને અલગ અલગ રીતે ડેકોર કરવા અંગે…

bathroom-lightingલાઇટ:

ઘરની અન્ય જગ્યાની જેમ બાથરૂમમાં પણ લાઇટ એંડ બ્રાઇટની જરૂર હોય છે. બાથરૂમમાં પણ લાઇટ્સ અને વિંડોની જરૂર હોય છે. લાઇટ્સને અનોખી રીતે ફીટ કરાવી બાથરૂમને સુંદર બનાવી શકાય છે. બાથરૂમમાં કાઉંટર પાસે મોટો અરીસો રાખી તેની આસપાસ લાઇટ્સથી લક્જુરિયસ ટચ આપી શકાય છે.

stone-bathroomનેચરલ એલિમેંટ:

બાથરૂમમાં નેચરલ એલિમેંટ ઉપયોગ કરવાનો ટ્રેંડ છે. વૂડન ફ્લોર, ટિમ્બર કેબીનેટ અને ડેકોરેટ કરવા માટે શેલ અને સ્ટોન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ બાથરૂમના દરવાજા ઉપર પ્રાણીઓનાં પિક્ચર, કુદરતી દ્રશ્ય વગેરે લગાવી શકાય છે.

ડિઝાઈનર લુક: Washroom-Design

દરેકને પોતાનું બાથરૂમ સુંદર હોય તે ગમે છે, આજકાલ બજારમાં પણ બજેટમાં હોય તેવી બાથરૂમ ડેકોરેટીવ વસ્તુઓ મળી જાય છે. બાથરૂમમાં અત્યારે મોટે ભાગે ડિઝાઈનર લુક વધારે પસંદ કરાય છે, ટોવેલ રેકથી માંડી અન્ય વસ્તુઓ પણ બાથરૂમ સાથે મેચીંગ રાખવાનો ટ્રેંડ ચાલ્યો છે. તેમજ જો બાથરૂમમાં વધારે જગ્યા હોય તો તમે ત્યાં પોતાનું સ્પા પણ બનાવી શકો છો.

એક્સેસરીઝ: bathroom-accessories

એક્સેસરીઝ બાથરૂમ માટે અગત્યની હોય છે. બાથરૂમમાં વિવિધ પ્રકારના શાવર, કેબીનેટ, હેંડ શાવર, સોપ ડિશ, ટોવેલ રેક, ડોર મેટ વગેરે રાખવાથી લક્ઝુરિયસ ટચ મળે છે

આ પોસ્ટને શેર કરો !