મેકઅપ અંગે માહિતી

* મેકઅપ કરતાં પહેલાં તમારા હાથ અને ચહેરાને ધોઈ લો અથવા ક્લિંસીંગ મિલ્ક લગાવીને રૂ વડે સાફ કરી લો.

* ચહેરા પર થોડુક મોઈશ્ચરાઈઝર લગાવીને સારી રીતે ફેલાવી દો. 

* જો તમારા ચહેરા પર ડાઘ હોય તો આખા ચહેરા પર કંસીલરના નાના નાના ડોટ્સ લગાવીને આખા ચહેરા પર ફેલાવી દો. 

* હવે ફાઉંડેશનને પોતાના હાથમાં લઈને આખા ચહેરા પર લગાવી દો. ગરદન પર લગાવવાનું ન ભુલશો. 

* ફાઉંડેશન સુકાઈ જાય એટલે પોતાની ત્વચાની સાથે મેળ ખાતા પાઉડર બ્રશની મદદ વડે લગાવો. 

* હવે ડાર્ક રંગનું બ્લશર લઈને ગાલથી શરૂ કરીને કાનપટી સુધી બ્રશર લગાવો. 

* આંખો પર આઈશેડો લગાવવા માટે આંખોને અડધી બંધ કરીને અંદરના ભાગથી શરૂ કરીને બહારની તરફ લાવતા આખી આઈ લીડ પર લગાવો.

* આઈ લાઈનર બ્રશથી ઉપરની પાંપણો માટે એક ખુણાથી બીજા ખુણા સુધી લગાવો. સુકાયા બાદ આંખ ખોલો. 

* હવે તે પાંપણો પર મસ્કરા લગાવો. 

* હોઠો માટ પહેલાં લિપ પેંસિલનો પ્રયોગ કરો તેના દ્વારા હોઠને આઉટ લાઈન આપી દો ત્યાર બાદ બ્રશ વડે લીપસ્ટીકને હોઠની અંદર પુરી દો. 

* ધ્યાન રાખો કે વધારે પડતાં મેકઅપને લીધે તમે જેવું ઈચ્છો છો તેવું પરિણામ નહી મળે.