શિયાળામાં મેકઅપના નવા પ્રયોગો કરો

શિયાળાની ઋતુમાં તમે મેકઅપના નવા નવા પ્રયોગો કરી શકો છો કેમ કે આ ઋતુમાં ત્વચા ઓઇલી ખુબ ઓછી રહે છે, જેથી મેકઅપ સારો રહે છે.તેના માટેની કેટલીક ટીપ્સ અહીં આપી છે.

* શિયાળામાં ખાસ કરીને રાતની પાર્ટી હોય તો ડાર્ક મેકઅપ વધારે સારો લાગે છે.

* મેકઅપ કરતા પહેલાં ચહેરાને કલીંસીગ મિલ્કથી સાફ કરી લો. ત્યારબાદ મોઇશ્ચરાઇઝર લગાવી. ચહેરા પર ક્રિમ ન લગાવશો. કેમ કે શિયાળામાં ધૂળ વધારે હોય છે અને ક્રિમને લીધે તે ચહેરા પર ચોટી જાય છે.

* એક જ સાથે હાથની અંદર ફાઇન્ડેશન લઇને આખા ચહેરા પર લગાવવાની જગ્યાએ ચહેરા પર નાના નાના ડોટ કરીને તેને ભીના કોટન વડે ચહેરા પર લગાવવાથી સારી રીતે પ્રસરી જાય છે.

* ફાઉડેશન બાદ ટ્રાસ્યુલેટ પાવડરનો ઉપયોગ કરી તેનાથી ચેહરાનો મેકઅપ સેટ થઇ જાય છે. વધારે પડતો પાવડર બ્રશ વડે દુર કરી દો.

* બને ત્યાં સુધી પાવડરને ઓછો લગાવો કેમ કે તેનાથી ચહેરા પરની સ્કિન રૂખી થઇ જાય છે.

* શિયાળામાં તમે આંખ પરનો મેકઅપ ડાર્ક કરી શકો છો. ડ્રેસને અનુરૂપ મેકઅપ કરો. શિયાળામાં બ્રાઉન, બ્લ્યુ, ગ્રીન, પર્પલ વગેરે શેડનો ઉપયોગ કરી શકો છો.

* ગ્લેમરસ લુક માટે તમે બે આઇશેડનો ઉપયોગ કરી શકો છો.

* શિયાળામાં તમે ડાર્ક નીલા, કાળા, બ્રાઉન રંગના આઇલાઇનર લગાવી શકો છો. આઇલાઇનરને ઉપરની આંખની પલક પર લગાવો. આંખોને થોડીક મોટી અને આકર્ષક બનાવવા માટે બહારની કિનારીઓથી થોડીક બહાર અને નીચેની પલકોની નીચે પણ આઇ લાઇનરની પાતળી રેખા બનાવો.

* જો આંખોની નીચે તમને આઇલાઇનર પસંદ ન હોય તો કાજલ પણ લગાવી શકો છો.

* હવે બ્રશરનો ઉપયોગ કરીને ગાલોને હાઇલાઇટ કરો. આનાથી ચહેરાની લાલીમાં પણ વધશે. આને લગાવવા માટે બ્રશનો જ ઉપયોગ કરો. ચીક પર બ્રશર લગાવતાં કાનપટ્ટી સુધી લગાવો. શિયાળામાં રેડીશ પીંક, બિ્રક રેડ કે રેડિશ બ્રાઉન શેડનો ઉપયોગ કરો.

* મખમલી અનુભવ માટે કોપર અને બ્રોન્જ કલરનો હલ્કો ટચ આપો.