માવા મિલ્કશેક

માવા મિલ્કશેક:-

mava milkshake

સામગ્રી: 

           દુધ-1 લિટર, માવો-200 ગ્રામ, ખાંડ- પ્રમાણસર, વેનીલા પાવડર- 1 ચમચી, મીક્ષ ડ્રાયફ્રુટ, ચેરી અને વેનીલા આઇસ્ક્રિમ- ડેકોરેશન માટે

રીત:-

          સૌ પ્રથમ દુઘને ખાંડ નાખીને ઉકાળો. હવે તેમાં પાણીમાં ઓગાળેલો વેનીલા પાવડર નાખો(પાણીમાં ઓગાળવાથી ગટ્ઠા નહિ પડે). પછી તેમાં ખમણેલો માવો તેમજ મીક્ષ ડ્રાયફ્રુટ નાખો અને ઘીમે-ઘીમે હલાવો. એકદમ ઘટ્ટ થાય ત્યાં સુઘી ઉકાળો. પછી ફ્રીજમાં સ્ટોર કરો અને ડેકોરેશન કરી સર્વ કરો.