બાળકોના રૂમનું મોડર્ન ડેકોરેશન કરો
બચ્ચા પાર્ટી માટે જેટલું કરો તેટલું ઓછું અને આ કારણે જ શહેરના પેરેન્ટસ હવે તેમના ઘરમાં ચિલ્ડ્રન સ્પેશ્યલ ચેન્જ લાવે છે. સ્કુલો શરુ થઈ ગઈ છે અને બાળકોનું મન હવે ભણવામાં લાગ્યું છે ત્યારે તેઓ ભણવાની સાથે સાથે તેમને ઘરમાં પણ એવું વાતાવરણ મળે કે જેથી તે હસતાં હસતાં તેઓ ભણે તે માટે પેરેન્ટસ હવે તેમના રૂમમાં ચોક બોર્ડ વોલ, મેગ્નેટિક પેઈન્ટ, બુક શેલ્ફ તેમજ મોડર્ન ડેકોરેશન પર ભાર મૂકે છે. તેમાં પણ હાલ ગ્રાફિટી આર્ટ એટલે કે વોલને કેન્વાસ સમજીને ડ્રોઈંગ કરવું. પેરેન્ટસ હવે બાળકોને તેમના ઘરમાં એક અલાયદો કોર્નર જ આપી દે છે જેના પર તેઓ પોતાની આર્ટનું પ્રદર્શન કરે છે
સ્કુલમાંથી આવ્યા પછી આ બાળકો ફ્રી ટાઈમમાં નવું શીખે છે અને ટાઈમ પણ પાસ થાય છે. ખાસ કરીને મોન્સૂનમાં બાળકો સ્કુલમાં જઈ આવે પછી ઘરમાં જ પૂરાઈ રહે છે ત્યારે તેમના માટે પેરેન્ટસ ઘરમાં જ સુંદર વાતાવરણ ઉભું કરે છે. રૂમની બરાબર વચ્ચે જ તેઓ તેમને એક છત્રી લગાવી આપે છે અને પ્લાસ્ટિકનું ફર્નિચર પણ મૂકી આપે છે. તેમાં પણ બચ્ચા પાર્ટીને ઓરેન્જ, રેડ અને લાઈટ ગ્રિન કલરની ચેર વધારે ગમે છે.
બાળકો પોતાના ડ્રીમ વર્લ્ડમાં ખોવાયેલા રહે તે માટે તેમના કિડ્સ રૂમમાં મેગ્નેટિક પેઈન્ટ બેસ્ટ ઓપ્શન છે કિડ્સ રુમની દિવાલો પર આ પેઈન્ટ કરાવ્યા પછી મેગ્નેટિક લેટર્સ, એનિમલ અને ફ્લાવર્સ સહિતના શેપ ખરીદો અને તમારા બાળકને તેની સાથે પોતાની દુનિયામાં છોડી દો. આમ કરવાથી તેમની સર્જન શક્તિ ખીલી ઉઠે છે.
હવે તો મોટાઓ માટે જ નહી પણ બાળકો માટેની પણ પર્સનલ લાયબ્રેરીનો ટ્રેન્ડ છે, તેમના ફેવરિટ કાર્ટુનની બૂક્સ અને બીજા ગમતા પુસ્તકો એરેન્જ કરાવી આપીને તેમને સપોર્ટ કરવો જોઈએ. હવે તો બાળકોના બેડની ઉપર લાકડાનું શેલ્ફ બનાવી આપવામાં આવે છે. જ્યાં તેઓ પોતાની મનગમતી બૂક્સ રાખી મૂકે છે
સામાન્ય રીતે બાળકોને બાઈક, કાર અને પ્લેનના મોડલ્સ જોવા ખૂબ ગમે છે એટલે હવે તેમના આ શોખને ડેકોરેશનમાં એડ કરવામાં આવે છે. પોસ્ટર લગાવ્યા વિના મોડલ્સ ખરીદીને સીલીંગ સાથે હેન્ગ પણ કરી શકાય છે. આ ઉપરાંત બિનબેગ આરામની પળો માણવા માટે ઉપયોગી વસ્તું છે. આપણા બાળકોને તેમના રૂમમાં એક બિનબેગ હશે તો ચોક્કસ ગમશે.
આ બધા અખતરા જોતા હવે એક વાત તો ક્લિયર થઈ જ ગઈ છે કે પેરેન્ટસ માટે બાળકો કેટલા ઈમ્પોર્ટન્ટ છે. હવે સવાલ એ છે કે તેમને શું ગમે છે અને તેમના વિકાસ માટે આપણે શું કરી શકીએ. બસ પછી આ વાત સમજાઈ જાય એટલે વાર નહી લાગે.
જો કે, બાળકો પોતાના ઘરમાં હસતાં મોઢે ભણે તે માટે પેરેન્ટ હવે તેઓને ઘરમાં તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. બોર્ડ, મેગ્નેટિક પેઇન્ટ, બુક શેલ્ફ તેમ જ મોર્ડન ડેકોરેશન પર પેરેન્ટ્સ ભાર મૂકે છે અને બાળકોની કેર લઇ રહ્યા છે.