બુદ્ધની પ્રતિમા દ્વારા મોર્ડન હોમ ડેકોરેશન

0 0
Read Time:3 Minute, 38 Second

Buddhist-statueઆજ કાલ બંગલાનો કન્સેપ્ટ નવો શરૂ થયો છે. ત્યારે પોતાના ઘરના ઇન્ટીરીયરને સજાવવા માટે લોકો જાત જાતના નુસખા અપનાવે છે. હવે મોર્ડન ઇન્ટીરીયર ડિઝાઇનરો પણ ઘરની સજાવટ બુદ્ધ આઘારિત થીમને ઘ્યાનમાં રાખીને કરે છે. વળી મકાનની અંદરનું ઓરિએન્ટર બુદ્ધ હોમ ડેકોર બુદ્ધિઝમના કેટલાંક ટ્રેડિશનલ પાસાઓ પર આઘારિત છે. જેથી હાઇ પ્રોફાઇલ અને મોર્ડન હાઇ સોસાયટીમાં બુદ્ધની પ્રતિમાવાળાં હોમ મોર્ડન ખાસ લોકપ્રિય બની રહ્યા છે. નાની મોટી બુદ્ધની પ્રતિમા હોય કે પછી ચિત્ર ઘરમાં આ થીમ લોકપ્રિય બની રહી છે. વળી બુદ્ધની પ્રતિમાને જોતા જ મનને શાંતિ મળે છે. જેથી ઘરમાં પોઝિટિવ વાતાવરણ મેળવવા માંગતા લોકો પણ આવું ડેકોર કરાવે છે.

Buddhaહોમ ઇન્ટિરીયર ડિઝાઇનર કહે છે કે બુદ્ધની જુદી જુદી પ્રતિમાઓ એશિયન આર્ટનો એક ભાગ ગણાય છે. વળી બુદ્ધની પ્રતિમા અનેક પ્રકારમાં મળી રહે છે. જેમ કે સ્લીપીંગ બુદ્ધ, સિટીગ, ફક્ત મુખ વગેરે જેવી પ્રતિમાઓ ઘરના અન્ય ઇન્ટીરીયરને પણ આકર્ષક બનાવે છે. જેથી અન્ય ઇન્ટીરીયરની પસંદગી પ્રમાણે આ પ્રતિમા સિલેક્ટ કરી હાઇ પ્રોફાઇલ લોકો પોતાના ઘરમાં બુદ્ધની પ્રતિમા રાખે છે. જ્યારે કેટલાંક લોકો ડિસ્પ્લે માટે બુદ્ધની આખી પ્રતિમા પસંદ કરે છે. જે નાની-મોટી સાઇઝ અને વિવિઘ રંગોમાં મળી રહે છે.buddha image

જો કોફી ટેબલ કે કોઇ કોર્નર પર બુદ્ધ સજાવવા હોય તો ફક્ત માથાની પ્રતિમા બેસ્ટ લાગે છે. જ્યારે ફુલસાઇઝની પણ નાની પ્રતિમા પણ રાખી શકાય છે. બુદ્ધની પ્રતિમા ઘણા બઘા મટિરીયલમાંથી મળે છે. જેમ કે, માર્બલ, સ્ટોન, ક્રિસ્ટલ વગેરે જે ઘરમાં બીજા ઇન્ટીરીયરમાં વાપરેલા મટિરિયલ પ્રમાણે પસંદ કરી શકાય છે. ઉપરાંત લાઇટ વેઇટ પીઓપી પર મેટલિક ફિનીશીંગ કરેલી બુદ્ધની પ્રતિમાઓ પણ હાલ ડિમાન્ડમાં છે. જો ઘરના મુખ્ય દ્વાર પાસે બુદ્ધની પ્રતિમા રાખવી હોય તો આરસપહાણની પ્રતિમા બેસ્ટ ગણાવી શકાય છે.Buddha

બુદ્ધની ફક્ત મૂર્તિ કે પ્રતિમા જ ઘરમાં રાખી શકાય એવું નથી. પેઇન્ટીંગમાં બનાવેલા બુદ્ધ પણ ઘરમાં રાખી શકાય છે. હોલની વોલ પર વિશાળ કદનું બુદ્ધનું પેઇન્ટીંગ ફ્રેમ કરીને લગાવી શકાય જે એન્ટીક લુક આપે છે. બુદ્ધના વિવિઘ આસનોના પેઇન્ટીંગ પણ બજારમાં સરળતાથી મળી રહે છે. પરંતુ મોર્ડન આર્ટ ગમતું હોય તો બુદ્ધના કેટલાંક લખાણો પણ ફ્રેમીંગ કરીને રાખી શકાય છે. ઘરના મુખ્ય દ્વાર કે બેડના હેડ બોર્ડ પર આવાં લખાણોવાળી ફ્રેમ પણ આકર્ષક લાગે છે. વળી આવા લખાણો અને પ્રતિમાઓથી ઘરમાં પોઝિટિવ વાતાવરણ જળવાય છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %