સાકરટેટીનું શાક
મારી રેસીપી ઝટપટ બની જાય એવી જ હોય છે એટલે ગૃહિણીનો સમય પણ ન બગડે અને રસોઇ પણ એવી બને કે સહુ આંગળી ચાટતા રહી જાય. આજે આપણે એવી જ રેસીપી બનાવીશું, જે બનાવવામાં એકદમ સરળ છે અને રેગ્યુલર કરતા કંઇક અલગ પણ લાગશે, એ રેસીપી એક નવું જ શાક છે.
મેં જાતે બનાવેલી આ ડીશની ઇમેજ નીચે આપેલી છે જેના પરથી આપને વધુ ખ્યાલ આવશે.
સાકરટેટીનું શાક:
સામગ્રી:- સાકરટેટી-250 ગ્રામ, મીઠો લીમડો, લીંબુ-1, ખાંડ-3 ચમચી, હળદર- અડધી ચમચી, નમક- સ્વાદ અનુસાર, લાલ મરચાનો પાવડર- 2 ચમચી, વઘાર માટે તેલ, રાય, હિંગ.
રીત:- સૌ પ્રથમ સાકરટેટીની છાલ કાઢી એક ઇંચ જેટલા ટુકડા કરી લો. હવે એક કડાઇમાં તેલ ગરમ મુકી તેમા રાય, મીઠો લીમડો, હિંગ નાખી વઘાર કરો. તેમાં સાકરટેટીના ટુકડા નાખી હલાવો. પછી તેમાં નમક, હળદર, લાલ મરચાનો પાવડર, ધાણાજીરાનો પાવડર, લીંબુ તેમજ ખાંડ નાખી સાકરટેટી એક્દમ નરમ થઇ જાય ત્યાં સુધી હલાવવું. હવે એક ડીશમાં કાઢી મનગમતુ ડેકોરેશન કરી સર્વ કરો.
Very useful and new tips ! Thanks for that.
Thanks for your visit and encourage me.