તમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ

0 0
Read Time:3 Minute, 36 Second

સુઘડ અને સરસ રીતે સજાવેલા ઘરમાં અગરબત્તીની કે રૂમ ફ્રેશનરની સુગંધ આવતી હોય તો ઘરની સજાવટને તથા ઘરના વાતાવણને એક નવી જ તાજગી મળે છે. સરસ રીતે સજાવેલું ઘર હોય, તે ઘરમાં શ્વાસ લેતાં જો મીઠી મીઠી સુગંધ નાકને તરબતર કરી દેતી હોય તો એવા વાતાવરણમાં ખુશહાલ કરી દેતી તાજગી અનુભવાય છે!

અત્યારે બજારમાં વિવિધ પ્રકારની સુગંધના રૂમ ફ્રેશનર મળે જ છે, પરંતુ બજારમાં મળતા ફ્રેશનરની સાથે સાથે તમે એક નવો વિક્લ્પ પણ અપનાવી શકો છો. તે છે કુદરતી ફ્રેશનર.

કુદરતી ફ્રેશનરની વિશેષતા એ છે કે વધારે નાણાંનો વ્યય કરવાને બદલે તમે એ જાતે ઘરમાં પણ તૈયાર કરી શકો છો. તમારા ઘર અને ઓફિસને પ્રાકૃતિક રીતે મહેંકાવવા તમે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. જેમ કે-

1. નેચરલ તેલ

બજારમા વિવિધ ફળ અને ફૂલની સ્મેલવાળા ઘણા તેલ મળે છે.  જેમ કે લેમન, ઓરેન્જ, મોસંબી, જૂઈ, મોગરો, ડમરો, લેવેન્ડર, કેવડો, ટી ટ્રી ઓઇલ વગેરે આવા વિવિધ પ્રકારના તેલમાંથી તમને ગમતું કોઈ પણ સેન્ટેડ તેલ પસંદ કરી લો.

એક બાઉલમાં અડધો કપ સરકો નાખીને પછી તેમાં સુગંધિત તેલના ચારેક ટીપાં નાખીને બે કપ પાણી  ઉમેરી લેવું. આ પ્રકારનું તેલ નાખેલો બાઉલ ઓફિસમાં કે ઘરમાં જે પણ રૂમમાં હશે ત્યાં સરસ કુદરતી સુગંધ આવ્યા કરશે

2. મસાલા

તમને વિવિધ પ્રકારના મસાલાની સુગંધ ગમતી હોય તો તમે તજ, ઇલાચયી, મરી કે વરિયાળી લઇને તેને 20 થી 25 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.પછી તે વસ્તુઓને પાણીમાંથી કાઢીને તે પાણીનો સ્પ્રેની બોટલમાં નાખી લો. હવે જ્યારે તમારે જરૂર હોય ત્યારે આ પાણીથી રૂમમાં સ્પ્રે કરશો એટલે તમને ગમતા મસાલાની સુગંધ તમે એર ફ્રેશનર તરીકે માણી શકશો.

3. અરોમા કેન્ડલ

અરોમા કેન્ડલ તથા બી વેક્સ કેન્ડલ પણ થોડી જ વારમાં ઘર કે ઓફિસના માહોલને એકદમ સુગંધિત અને તાજગીભર્યો બનાવી દે છે. કેન્ડલમાં ઘણા બધા પ્રકારની ફ્રેગરન્સનું વૈવિધ્ય મળે છે. એટલે તમને પસંદ હોય તેવી કોઈ પણ કેન્ડલ તમે રૂમ ફ્રેશનર તરીકે પસંદ કરી શકો છો.

4. ફ્લાવર ફ્રેગરન્સ

તમે ફક્ત ફૂલોની સુગંધના જ શોખીન હો તો, કોઈ પણ સુગંધીવાળા ફૂલ મોગરો, ચમેલી, જૂઈ, ગલગોટા વગેરેમાંથી પસંદ કરીને તેની પાંદડીઓ તોડીને પાણીમાં નાખી દેવી. તેને કલાક માટે પાણીમાં રહેવા દઇને એ પાણી પછી વોટર સ્પ્રેની બોટલમાં ભરી લો. જ્યારે તમને લાગે કે રૂમમાં એર ફ્રેશનરની જરૂર છે ત્યારે તમે આ પાણીનો સ્પ્રે કરીને ઉપયોગ કરી શકો છો.

5. અગરબત્તી

અત્યારે બજારમાં વિવિધ સુગંધીવાળી અગરબત્તી મળે છે તમે એનો ઉપયોગ પૂજાઘર સિવાય સુગંધ ફેલાવવા માટે પણ કરી શકો છો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %