Home

ઘર નાનું હોય કે વિશાળ, ઘરમાં ભવ્યતા હોય કે સાદગી પરંતુ સહુને ગમે છે. મનની શાંતિ કે જ્યાં દિવસભરનો થાક ઊતરી જાય અને ખૂણેખૂણો પોતાનો લાગે. જેને સજાવવામાં આત્મીયતા હોય, તેને નિખારવામાં પ્રેમ હોય અને જેને યાદ કરતાં જ ‘હાશ’ થાય તે રણઝણતો વિચાર એટલે આપણું પોતાનું “ઘર”. એ ઘર સાથે આપણા આત્માનો સંબંધ જોડાયેલો  હોય છે.

ઘર એટલે માત્ર ઈંટ પત્થર કે સિમેન્ટ ને ભેગું કરીને બનાવેલ મકાન જ નહોય પરંતુ ત્યાં કેટલાય સારા નરસા પ્રસંગોની યાદગીરી સામેલ હોય છે. આપણે દુનિયાની સારામાં સારી જગ્યાએ હોય તો પણ આપણને ત્યાં વધારે ગમતુ નથી હોતું, તરત જ ઘર યાદ આવે છે. અને આવો અનુભવ બધાને જીંદગીમાં એકવાર તો થયો જ હશે.

માણસ ધંધા રોજગાર માટે સાહજિક જ ઘર થી દુર જાય પણ સાંજ પડે તેને ઘરે પધારવું જ પડે. પક્ષીઓ પણ સાંજે પરત ફરે છે તો પછી આ તો માણસ કહેવાય! ગમે એટલો થાકેલો માણસ ઘેર પધારે એટલે પગ મુક્તા જ શાંતિનો અનુભવ કરે છે, એને જ ઘર કહેવાય.

કોઈ કવિ એ કહ્યું છે કે “ધરતીનો છેડો ઘર“

 તો આવો આ ઘરને વધુ સુંદર કઇ રીતે બનાવવું તે જાણીએ.


કિચન ટિપ્સ

સ્ત્રીઑનો મોટા ભાગનો સમય કિચનમાં જ પસાર થતો હોય છે, તો આવો કિચનને વ્યવસ્થીત કેમ રાખવું એ જાણીએ.. » ફ્રિજ
વધુ વાંચો

વેલેન્ટાઇન ડે ટિપ્સ

14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે તમે તમારો વેલેન્ટાઇન ડે કેવી રીતે ઉજવવા માંગો છો? આ દિવસે તમારા પાર્ટનરની
વધુ વાંચો

પડદાના કાપડની પસંદગી

આજકાલ બજારમાં જુદા જુદા કાપડમાં, જુદા જુદા રંગોમાં અને જુદી જુદી ડિઝાઈનોમાં પડદાનું કાપડ મળે છે, પરંતુ પડદા માટે કાપડની
વધુ વાંચો

શિયાળામાં હોમ ડેકોર

શિયાળાની ઠંડકમાં સૂર્યનો હૂંફાળો તડકો સરસ ગરમાવો બક્ષે છે. એટલે જો શિયાળાના હોમ ડેકોરમાં તમે એ પ્રમાણે ઘરનું ફર્નિચર ગોઠવશો
વધુ વાંચો

10 thoughts on “Home

    1. તમારો ખૂબ આભાર. બ્લોગની મુલાકાત કરતા રહેજો. તમારા સલાહ-સુચન આવકાર્ય છે.

  1. વ્યવસાયે હું આર્કીટેક્ટ હતો એટલે રેતી, કપચી અને ઈંટ ના જ મકાનો બનાવેલાં પણ તમે જે ઘર નું વર્ણન કર્યું છે, તેવું જ ઘર હોવું જોઇએ.

    1. તમારો ખુબ જ આભાર.. તમારા પ્રતિભાવથી ખુબ આનંદ થયો અને આ “ઘર” ને વધુ શણગારવા માટે ધગશ વધી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *