બનાવો પનીર વિથ કેપ્શીકમ

પનીર વિથ કેપ્શીકમ:-

 

 

 

paneer

સામગ્રી:  

            પનીર- 100 ગ્રામ, કેપ્શીકમ (સિમલા મિર્ચ) લાલ, લીલા, પીળા- 3 નંગ, લસણ- 7-8 કળી, કોથમીર, નમક, લાલ મરચા પાવડર- 2ચમચી, ધાણાજીરુ પાવડર, હળદર, આદુનો કટકો, તેલ, રાય-હિંગ, લીલા મરચા-2 નંગ. 

રીત:

          સૌ પ્રથમ પનીરના એક-એક ઇંચના ટુકડા કરી લો. ત્યારબાદ ત્રણેય કલરના કેપ્શીકમને મોટા ટુકડામાં કાપી લો. હવે લસણ, આદું, કોથમીર, લીલા મરચાની પેસ્ટ બનાવો. એક કડાઇમાં તેલ ગરમ મૂકી રાય-હિંગનો વઘાર કરો અને તરત જ પનીરના ટુકડા નાખવા. પછી થોડીવાર હલાવવું જેથી પનીર નરમ થઇ જાય, હવે મોટા ટુકડામાં સમારેલા  કેપ્શીકમ નાખવા અને હલાવવું. હવે તેમાં લસણની પેસ્ટ તેમજ નમક,ધાણાજીરુ પાવડર, હળદર નાખીને મીક્ષ કરવું, થોડીવાર ગેસ ઉપર રાખીને પછી ઉતારી લેવું, એક સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરવું.