રજવાડી પોટલી બનાવો

ઘણી વખત આપણે બહારની મિઠાઇ ખાઇને કંટાળી જઇએ છીએ, ત્યારે ઘરની દેશી મિઠાઇ ખાવી ગમે છે. આમ પણ વિવિઘ પૂજા કે પ્રસાદમાં આપણે ઘરની જ મિઠાઇ બનાવી વધુ પસંદ કરતા હોઇએ છીએ. તો ચાલો આજે આપણે એક નવી જ વાનગી બનાવીએ, જે નાના-મોટા સહુને ભાવશે અને મહેમનો પણ ઇમ્પ્રેશ થઇ જશે.

રજવાડી પોટલી:

rajvadi-potali

સામગ્રી:-

(1) લોટ બાંધવા માટે: મેંદાનો લોટ-250 ગ્રામ, ઘી-5 ચમચી, દુધ-1 ગ્લાસ, એલચી પાવડર-2/3 ચપટી        

(2) પૂરણ માટે: માવો-200 ગ્રામ, વેનીલા એસેંસ- અડધી ચમચી, દળેલી ખાંડ-200 ગ્રામ, બારીક કાપેલા મીક્ષ ડ્રાયફ્રુટ, ઘી- 4/5 ચમચી, ખમણ- 2 ચમચી  

રીત: (1) ઉપર જણાવેલ લોટ બાંધવાની સામગ્રીથી લોટ બાંધીને અડધો કલાક રાખી મુકવો. (2) એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં માવો ખમણીને નાખવો, તેને આછો ગુલાબી થાય ત્યાં સુધી શેકવો, હવે તેમાં દળેલી ખાંડ, વેનીલા એસેંસ,  બારીક કાપેલા મીક્ષ ડ્રાયફ્રુટ, ખમણ નાખી હલાવીને ગેસ બંધ કરી દેવો. હવે લોટમાંથી નાની -નાની પુરી વણી તેમાં તૈયાર કરેલુ પૂરણ ભરીને હાથથી પુરીને ગોળ-ગોળ ફેરવવી જેથી પોટલી જેવો સરસ આકાર આવી જશે. આમ દરેક તૈયાર કરી લેવી, પછી તેને 4-5 કલાક રાખી મુકવી ત્યારબાદ તેલ ગરમ કરીને આછા ગુલાબી કલરની તળી લેવી અને પછી ગરમા ગરમ સર્વ કરવું. (ઉપર આપેલ માપમાં તમારી અનુકુળતા પ્રમાણે ફેરફાર કરવા)

આ રેસીપી જરૂર ટ્રાય કરજો. જો કોઇ પ્રશ્ન હોય તો જરૂર પુછજો.