Recipe

જગતના સ્વાદ રસિયા લોકોમાં ગુજરાતીઓ પ્રથમ ક્રમે આવે છે. આટલી બધી વૈવિઘ્ય પૂર્ણ અને આટલી સંખ્યામાં વાનગીઓ જગતની કોઇ પ્રજા પાસે નહીં હોય. કડવા સિવાયના તમામ રસો જેની જીભેથી ટપકતા હોય અને રસરંજક ખાણું ખાવા સાવ સામાન્ય રેસ્ટોરાં આગળ પણ લાઇન લગાવીને ઊભા હોય તો તે માત્ર ગુજરાતી જ હોઇ શકે.

 ગુજરાતી થાળીમાં ઓછામાં ઓછી બાર વાનગીઓ તો હોય જ છે. ગુજરાતીઓ માટે ભોજન એ માત્ર કેલરીની જરૂર પુરી કરવાનું સાધન નથી પણ ભોજન એ ઉત્સવનો એક ભાગ છે. ક્યારેક તો ભોજન પોતે જ ઉત્સવ બની જાય છે.

આજે ગુજરાતી ગૃહિણીનું રસોઇઘર ગેસ, ઓવન, મિક્સર, જ્યુસર,ઘંટી, ફ્રીઝ વગેરે તમામ ઉપકરણોથી સજ્જ છે. સરેરાશ ગુજરાતી દીવાનખંડ કે શયનખંડની સજાવટ કરતાં રસોઇકક્ષની સજાવટમાં વધારે પૈસા ખર્ચે છે.

» અહિં આપવામાં આવેલી બધી જ રેસીપી મારી પોતાની જ છે અને તે બનાવ્યા પછી પોસ્ટ કરેલ છે. રેસીપી જોવા માટે નીચેની કેટેગરી પર ક્લીક કરો.  

ગુજરાતી ભોજન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *