દીવાનખંડની બેઠક વ્યવસ્થા

¤ સીટીંગરૂમનું ફર્નીચર હંમેશા આકર્ષક રાખો. આની ડિઝાઈન પરંપરાગત રાખો અથવા તો આધુનિક રાખો. ફર્નીચર હંમેશા ડ્રોઈંગ રૂમના માપનું જ ખરીદો.

¤ સોફાની ડિઝાઈન પણ સીટીંગરૂમના આકારને અનુરૂપ રાખો. જો રૂમ વધારે મોટો હોય તો બે સોફા પણ લગાવી શકો છો. હેવી લુકવાળા સોફાની જગ્યાએ સામાન્ય લુકવાળા સોફા વધારે સારા લાગે છે. આમ તો આ દરેકની પસંદની વસ્તુ છે. આ એક વાતનું ધ્યાન રાખો કે તેને એવી રીતે ગોઠવો કે સોફાનો પાછળનો ભાગ દેખાઈ ન દે.

¤ તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા,દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો.

¤ પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

¤ ઘરમાં સોથી વઘુ ન્યારો, મોહક, આકર્ષક લાગે તેના માટે સીટીંગરૂમ એટલે કે દિવાનખંડની સજાવટ પ્રત્યે વઘુ ઘ્યાન આપવું પડે છે. ઘરનો આ એક એવો રૂમ છે જેનો ઉપયોગ પરિવારજનો તથા મહેમાનો કરે છે. બહારથી આવેલી પરિવારની વ્યક્તિ કે મહેમાન પહેલાં થોડીવાર સીટીંગરૂમમાં જ બેસે છે.

  ¤ ડ્રોઇંગરૂમ માટે પર્પલ રંગની પસંદગી કરવી. સામાન્ય રીતે આ રંગને લોકો જલદી પસંદ કરતા નથી. પરંતુ પર્પલ રંગ સહૃદયતા, સજ્જનતા, તથા ભવ્યતાની સાથે વૈભવનું પ્રતીક છે.

    ¤ ડ્રોઇંગરૂમમાં પ્રવેશતા પહેલાં જે ભાગ પર નજર પડે તેને ફોકલ પોઇન્ટ કહેવાય છે. આ ફોકલ પોઇન્ટની સજાવટ વ્યવસ્થિત રીતે હોવી જોઇએ. એ દિવાલ અથવા ખૂણા પર સુંદર ફ્રેમ અથવા તો ડેકોરેટિવ પીસ મુકી શકાય.

    ¤ સીટીંગરૂમમાં સોફા કમ બેડ રાખવો. અથવા તો રૂમમાં જગ્યા હોય તે પ્રમાણે સેટી રાખી શકાય.તેમજ આ બન્નેમાં સ્ટોરેજની જગ્યા રાખવી.સોફાનું કવર ભલે બહુ મોંધું ન હોય પરંતુ સુઘડ તથા સ્વચ્છ હોવું જરૂરી છે. સોફા પર એક બે નાના કુશન મુકવા જેથી બેસવામાં આરામદાયક રહે તેમજ સાથે સાથે સોફાની શોભા પણ વધારે.સેટી પર પાથરેલી ચાદર ભલે સસ્તી હોય પરંતુ સુઘડ-સ્વચ્છ હોવી જરૂરી છે.

¤ નાના સીટીંગરૂમમાં લેધર અથવા લાકડાના એન્ટિક ડિઝાઇનવાળા ફર્નિચર રાખવા નહીં. પરંતુ કેનના અથવા તો સ્ટ્રેટ લાઇવ ફર્નિચર રાખવું. આ પ્રકારના ફર્નિચર ઓછી જગ્યા રોકે છે. અને તેની દેખરેખ પણ સરળ હોય છે.

 ¤ આજકાલ વધતાં જતાં ખર્ચા અને આકાશને આંબતા ભાવને જોઈને કોઈ વ્યક્તિ વિચારે છે કે ઘરની શોભા માટે સસ્તી અને સારી વસ્તુ મળે તો વધારે સારૂ. વળી મધ્યમ વર્ગના લોકોને સુશોભન માટે મોંઘી વસ્તુઓ પરવડે પણ નહિ. તેથી ઘરની શોભા માટે જેટલી સીમ્પલ અને સોબર વસ્તુઓ હશે તેટલુ વધારે સારૂ લાગે છે.

¤ આજકાલ સ્ટાઈલ અને ફેશને તો જાણે દરેક જગ્યાએ પોતાનો પગ લંબાવે દિધો છે અને આપણે તેના સિવાય બીજુ કંઈ વિચારતાં જ નથી. આ જ વસ્તુ ઘર સજાવટની અંદર પણ હવે તો જાણે કે એક જરૂરી અંગ બની ગઈ છે. પરંતુ તેની પાછળ વધારે પડતાં નકામા ખર્ચા કરતાં પહેલાં એક વખત વિચારવું જોઈએ કે આને સીમ્પલ અને સોબર બનાવીને વધારે સારૂ કેવી રીતે દેખાડી શકાય.

¤ સૌથી પહેલાં તો તમારા સીટીંગરૂમની અંદરથી વધારાની વસ્તુઓ બહાર કાઢો. પછી રૂમની અંદર વધારે પડતી સજાવટની વસ્તુઓ ન રાખશો. વળી એપાર્ટમેંટ પણ નાના હોય છે. તેથી જેટલી ઓછી સજાવટ હશે તેટલી જગ્યા ખુલ્લી લાગશે. દિવાલો પર તમે ઈચ્છતા હોય તો સુંદર પેઈંટીંગ્સ કે તમારા ફોટા લગાવી શકો છો. પરંતુ હા તે પણ એક દિવાલ પર એક જ પેઈંટીંગ્સ રાખો. 

¤ તમે એલ આકારના સોફા પણ રાખી શકો છો. સોફાની આસપાસ નાના ટેબલ મુકીને તેની પર ફુલદાની રાખી શકો છો. ફુલદાની અંદર જો શક્ય હોય તો રોજ તાજા ફુલો લગાવો અથવા આજકાલ બજારની અંદર ખુબ જ સુંદર બનાવટી ફુલો મળે છે તે પણ ગોઠવી શકો છો.

¤ ઘરની અંદર તમારા સીટીંગ રૂમને મેચ થતાં પડદા લગાવી શકો છો. પડદાને તમે નાની નાની ઘુઘરી પણ લગાવી શકો છો જેથી કરીને જ્યારે પવન આવે ત્યારે તેનો મધુર અવાજ આવે. જો પ્લેન પડદા હોય તો તેની પર મિરર વર્ક કે સીક્વિનનું હલ્કુ વર્ક કરી શકો છો. એપ્લીક વર્ક દ્વારા કોઈ નાજુક નારીની આકૃતિ કે પછી બીજુ કંઈ બનાવડાવો. પછી દિવાલ પરથી નીચેની તરફ ઢળતી નાજુક વેલ લગાવો.

¤ અંદર જો તમને ગમતા હોય તો નાના છોડ કે વેલ પણ લગાવી શકો છો. માટીના એક બે નાના સજાવટી મુખૌટા, ઘંટડીઓ, તોરણ વગેરેને દરવાજા પર લગાવી શકાય છે.